આક્ષેપ: દાહોદ પાલિકામાં મહિલા કોર્પોરેટર્સના પતિઓ દ્વારા વહીવટની સેવાતી ભીતિ!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગત ટર્મનો હવાલો આપી ભાજપ અગ્રણીઓને પત્ર લખાતા ખળભળાટ
  • કર્મચારીઓને અત્યારથી જ પાલિકામાં પતિઓ આદેશ કરતાં થયાનો આક્ષેપ

દાહોદ નગર પાલિકામાં કાઉન્સિલરના પતિ અત્યારથી જ વહિવટ સાથે કર્મચારીઓને વિવિધ આદેશ કરી રહ્યા છે ત્યારે ચુંટાયેલી મહિલાઓ ચેરમેન બનશે તો તેમના પતિઓ દ્વારા વહિવટ કરવામાં આવશે તેવી ભીતિ દર્શાવીને દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમીતીના પ્રમુખ ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓને પગલાં લેવા માટેનો પત્ર મોકલવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોઇ કાઉન્સિલર કોન્ટ્રાકગીરી કરતા જોવાશે તો તેમનુ રાજીનામુ લેતા નહીં ખચકાય તેવી ચીમકી ત્રણ દિવસ પહેલાં જ ઉચ્ચારી છે. પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. ત્યારે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમીતીના પ્રમુખ પ્રવીણ પોપટે લખેલા પત્રમાં જણાવાયુ છે કે, દાહોદ નગરપાલિકામાં મહિલાઓને વિવિધ ખાતાના ચેરમેન પદના હોદ્દા ફાળવવામાં આવનાર છે. ચેરમેન પદના હોદ્દા ફાળવવામાં આવનાર છે તેમના પતિ દિવસ દરમિયાન નગરપાલિકામાં પોતે કાઉન્સિલર હોય તે રીતે વહિવટ, આદેશ કરે છે અને ગેરકાયદેસર રીતે જે તે ખાતામાં જઇને જાતે રેકર્ડ ચેક કરવા દબાણ કરતાં હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.

જો મહિલા કાઉન્સિલરના પતિઓ વહિવટ કરવા માગતા હોય તો મહિલા કાઉન્સિલરના ચેરમેન પદના હોદ્દા ફાળવવા ન જોઇએ.પત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, ગત ટર્મમાં આવો વહિવટ કાઉન્સિલરોના પતિઓ દ્વારા થયો છે, જેથી ચાલુ ટર્મમાં આવુ ન બને તે માટે ઘટતા પગલા લેવા અને સુચના આપવા વિનંતિ કરવામાં આવી છે. ભાજપના જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર સાથે આ પત્રની નકલ સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રભારી અમીત ઠાકર, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને દાહોદ પાલિકાના પક્ષના નેતા રાજેશભાઇ સહેતાઇને પણ મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: