આક્રોષ: દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના એનએચએમ કર્મચારીઓના સામુહિક રાજીનામા પડ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- માંગણીઓ ન સંતોષાતા કરાર આધારિત કર્મીઓએ છેલ્લુ શસ્ત્ર ઉગામયુ જો કાલથી 433 કર્મચારીઓ ફરજ પર નહી આવે તો કોરોના જંગ ઢીલો પડશે
દાહોદ જિલ્લામાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં મુખ્ય યોદ્ધાઓ તબીબો અને આરોગ્યકર્મીઓ જ છે. બીજી તરફ આ તબીબી આલમે જ પોતાની વર્ષોથી પડતર માંગણીઓ સંતોષવા સરકારને અલ્ટીમેટમ આપી દીધુ હતુ. એનએચએમના આરોગ્ય કર્મીઓની માગણીઓ ન સંતોષાતા આજે રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.
કેટલાયે કોરોના વોરિયર્સ કોરોનામાં સપડાઇ ચુક્યા છે
દાહોદ જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કારણ કે કોરોનાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા હોવાથી ઘણાં પરિવારોના માળા વિખેરાઇ ગયા છે. આ વખતે ગામડાઓમાં પણ ઘેર ઘેર કોરોનાના દર્દીઓ છે. જેથી કોરોના યુદ્ધ લડવા માટે આરોગ્યકર્મીઓ રાત દિવસ એક કરી રહ્યાં છે. આ જંગ દરમિયાન કેટલાયે કોરોના વોરિયર્સ કોરોનામાં સપડાઇ ચુક્યા છે. ત્યારે હવે આવા કોરોના વોરિયર્સે જ સરકાર સામે રણશિંગુ ફુંક્યુ છે.
કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સાથે ફરજ બજાવી રહ્યાં હતા
રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં સરકારી તબીબોએ પણ પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી છે. દરેક જિલ્લામાં આવેદન પત્રો આપવામાં આવ્યા છે. ત્યારે આ મડાગાંઠ ઉકલે તે પહેલાં જ નેશનલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતાં તમામ આરોગ્યકર્મીઓએ તો સરકારને આલ્ટીમેટમ જ આપી દીધુ હતુ. પહેલા આ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સાથે ફરજ બજાવી રહ્યાં હતા. અને તે સમયગાળા દરમિયાન સરકાર નમતું નહી જોખે તો તારીખ 15 મેના રોજ સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. કારણ કે છેલ્લા કેટલાયે વર્ષેથી સરકાર આવા કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. તેમ છતા સરકારે નમતુ ન જોખતા દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા એનએચએમના કર્મીઓએ આજે જિલ્લા પંચાયતમાં વહીવટીશાખામાં પોતાના રાજીનામા ધરી દીધા છે.
દાહોદ જિલ્લામાં વિવિધ કેડરના એનએચએમ અંતર્ગત 433 કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમા દાહોદ તાલુકાના 76, ઝાલોદ તાલુકાના 77, સંજેલી ના 24, લીમખેડા તાલુકાના 60, ફતેપુરા તાલુકાના 71, ગરબાડા તાલુકાના 26, ધાનપુર તાલુકાના 45, દેવગઢ બારિયા તાલુકાના 54 કર્મીઓનો સમાવેશ થાય છે. જો આ તમામ કર્મચારીઓ કાલથી ફરજ પર નહી આવે તો કોરોનાના કપરા કાળમા જિલ્લાની સ્થિતિ વધુ કથળી શકે તેમ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed