આક્રોષ: દાહોદમાં ઓછા પગારે વઘુ કામ કરાવવાના આક્ષેપ સાથે આશા વર્કરોએ આવેદન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સેફ્ટી સાધનો, પીપીઈ કીટ તેમજ પડતર પ્રશ્નો નહીં સંતોષાય તો હડતાળની ચીમકી ઓછુ વેતન આપી કોઈ પણ સલામતી વિના કામ લેવાય છે
દાહોદના આશા ફેસિલીટર અને આશા વર્કરો દ્વારા હાલ કોરોના મહામારીમાં પોતાના પરિવારને જોખમમાં મુકી કામ કરે છે. ઓછા પગાર ધોરણે વધુ કામગીરી કરાવવા બાબતે તેમજ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
ઓછા પગારમાં વધુ કામગીરી કરાવાતાં રોષની લાગણી ફેલાઈ
આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં એવા આશા ફેસિલીટર અને આશા વર્કર જેઓને દૈનીક માનદ વેતન તરીકે પગાર ચુકવાય છે. કોરોના મહામારીમાં પોતાના પરિવાર જોખમમાં મુકી ફરજ બજાવતાં આશા ફેસિલીટર અને આશા વર્કર બહેનોને કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવવી, પોઝિટિવ કેસોની મુલાકાત લેવી તથા પોઝિટિવ કેસોના કુટુંબ વ્યક્તિની મુલાકાત વિગેરે બાબતે લઈને દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં કામ કરતી આ બહેનોમાં કામના ભારણને પગલે અને ઓછા પગારમાં વધુ કામગીરી કરાવાતાં રોષની લાગણી ફેલાઈ છે.
વીમો તેમજ જરૂરી સેફ્ટી, સાધનો, પીપીઈ કીટ આપતા નથી
બહેનોને વીમો તેમજ જરૂરી સેફ્ટી, સાધનો, પીપીઈ કીટ નહીં અપાતાં ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના નેજા હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યુ છે. આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે. સેફ્ટી, સાધનો, પીપીઈ કીટ તેમજ પોતાના વિવિધ પડતર પ્રશ્નો તેમજ માંગણી નહીં સંતોષાય તો ટુંક સમયમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed