આઇસરે ટક્કર મારતાં કેમિકલ, દવાના કાર્ટુન ભરેલી ટ્રક પલટી

  • દવાના કાર્ટુન, કેમિકલની બાલટીઓ તુટતા નુકસાન પહોંચ્યું
  • થોડે દૂર જઇ આઇસર પણ રોડની સાઇડમાં ગટરમાં ખાબકી

દિવ્ય ભાસ્કર

Aug 09, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ ઇન્દોર હાઇવે ઉપર ખંગેલા ગામ પાસે આઇસર ટેમ્પોએ દવા અને કેમિકલ ભરેલ ટ્રકને પાછળથી ટક્કર મારતાં બેલેન્સ ગુમાવી દેતાં ટ્રક અને આઇસર બન્ને ગાડીઓ રોડની સાઇડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં આઇસરના ડ્રાઇવરને શરીરે ઇજાઓ અને બન્ને ગાડીઓને નુકસાન થયું હતું.

મધ્યપ્રદેશના નાગદા ગામનો અને ડ્રાઇવીંગનો ધંધો કરતા મોહમદ મિનહાજ અબ્દુલ રહેમાન કુરેશી પોતાની એમપી-09-3252 નંબરની ટાટા ટ્રકમાં અંકલેશ્વરની કંપનીમાંથી દવા તથા કેમીકલના કાર્ટુન ભરીને ઇન્દૌર જવા માટે નિકળ્યા હતા. ત્યારે તા.6ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં દાહોદ પાસે ખંગેલા ગામ પાસે પાછળથી આવતી જીજે-06-એક્સ-5139 નંબરના આઇસર ટેમ્પોના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટ્રકને પાછળથી ટક્કર મારતાં ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દેતાં રોડની સાઇડમાં પલટી ખાઇ ગઇ હતી. જ્યારે આઇસર ગાડી પણ થોડે દૂર આગળ જઇને રોડની સાઇડમાં ગટરના ખાડામાં ઉતરી ગઇ હતી.

ટ્રકમાં ભરેલા દવાના 90 કાર્ટુન તથા કેમિકલ 8 લીટરની નાની બાલટી નંગ 33 તથા મોટી બાલટી વીસ લીટરની નંગ 35 તુટી જતાં નુકસાન થયું હતું. જ્યારે આઇસરના ડ્રાઇવરને માથામાં તથા પગના ભાગે ઇજાઓ થતા 108 દ્વારા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે ટ્રકના ડ્રાઇવરે કતવારા પોલીસ મથકે આઇસર ટેમ્પોના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: