આં.રા.રેલ્વે મેરેથોન ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો

યુરોપના ચેક રિપબ્લિક ખાતે સ્પર્ધા યોજાઈ હતી દાહોદ રેલવે વર્કશોપમાં બે ખેલાડીઓએ ભાગ લીધો

  • Dahod - આં.રા.રેલ્વે મેરેથોન ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો

    યુરોપના ચેક રિપબ્લિક દેશમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય રેલ્વે મેરેથોન ચેમ્પિયનશીપમાં ભારતને દાહોદ રેલ્વે વર્કશોપના બે ખેલાડીઓએ ગૌરવ અપાવ્યું છે.

    દાહોદ રેલ્વે વર્કશોપમાં ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ લોધી અને પરમસિંગને ભારતીય રેલ્વેની ટીમ તરફથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાતમી આં.રા. ચેમ્પિયનશીપની 13 ઓક્ટોબરે સંપન્ન થયેલ USIC વર્લ્ડ રેલ્વે મેરેથોન સ્પર્ધામાં વિશ્વના કુલ 15 દેશોની રેલ્વે ટીમે ઝંપલાવેલું. જેમાં 42 કિમીની દોડની સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: