આંતરિક બદલી: દાહોદ જિલ્લામા 10 પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામા આવી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાએ ગંજીફો ચીપતા નવી જગ્યાઓ મળી

દાહોદ જિલ્લામાં 10 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર અને હંગામી ધોરણે જિલ્લામાં બદલી કરવામા આવી છે.એસપીએ લાંબા સમય બાદ બદલીઓ કરવામા આવી છે.

દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈશર દ્વારા દાહોદ જિલ્લામાં અલગ અલગ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 10 જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની જિલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં બી.આર. સંગાડાની ઝાલોદ પોલીસ મથકે સીપીઆઈમાં, સી.પી.આઈ. દાહોદમાં ફરજ બજાવતાં એચ.પી. કરણની એસ.ઓ.જી.શાખા, દાહોદમાં, સી.પી.આઈ. ઝાલોદમાં ફરજ બજાવતાં એમ.જી. ડામોરની લીમખેડા પોલીસ મથકે બદલી કરવામા આવી છે.

તો લીમખેડા પોલીસ મથકે ફરજ બજાવતાં એમ.કે. ચૌધરીની સીપીઆઈ દાહોદમાં, એલ.સી.બી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં એમ.એમ. માળીની ગરબાડા પોલીસ સ્ટેશનમાં, એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતાં યુ.આર. ડામોરની જેસાવાડા પોલીસ મથકે, જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતાં વી.આર. મકવાણાની દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને, દાહોદ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતાં જે.કે.બારીઆની લીમખેડા પોલીસ મથકે અને લીમખેડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં ડી.જી. વહોનીયાની દેવગઢ બારીઆ પોલીસ મથકે તંદ્દન હંગામી ધોરણે વહીવટી કારણોસર નિમણુંક કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: