અસ્વચ્છતા: ​​​​​​​દાહોદમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનો જ રોડ ટુ રોડ કચરો ફેલાવાની કરે છે કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગોદી રોડ પર ટ્રેક્ટરમાંથી રેલાતા ગંદા પાણીએ માથા ફાડ દુર્ગંધ ફેલાવી આખા રસ્તે ગંદુ પાણી ફેલાતા રાહદારીઓ પરેશાન થયા

દાહોદ શહેરનો સમાવેશ સ્માર્ટ સીટીમાં થયેલો છે. પણ અત્યાર સુધી સ્થિતિ કંઇક જુદી જ છે. ત્યારે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરનારા જ ઘણી વખત જાણે રોડ ટુ રોડ કચરો ફેલાવવાનું કામ કરતાં હોય તેવુ બને છે. તેની સાબિતિ રુપ આજે પણ ગોદી રોડ પર આવા જ એક ટ્રેકટરે ગંદુ પાણી રોડ પર રેલાવતાં ચારે કોર દુર્ગંધ ફેલાઇ ગઇ હતી.

દાહોદના શહેરીજનોને પ્રશાસન 2017 થી સ્માર્ટ સીટીના દિવાસ્વપ્ન દેખાડી રહ્યુ છે. પરંતુ આટલા વર્ષો પછી પણ કોઇ સ્માર્ટ કામ દેખાતું નથી. વિવિધ એજન્સીઓના આયોજન વિહોણાં કામોથી ઘણાં રસ્તાઓની હાલત બદથી બદતર છે. રખડતાં ઢોર જાણે હવે જે તે વિસ્તારો માટે પાલતું બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. સરકારી કચેરીઓની પાસે જ જાહેર શૌચાલયની પાસે રોજે રોજ રેલાતા ગંદા પાણીની સમસ્યા હવે સામાન્ય બની ગઇ છે. ચોક અપ થયેલી ગટરો પણ શોધવા જવું પડે તેમ નથી. પરંતુ સ્માર્ટ સીટી તો બનશે જ.

દાહોદમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત થાય છે. તેમ છતાં જેમ ગાજ્યા મેઘ વરસ્યા નહી તેવુ આ પ્રોજેક્ટમાં દેખાઇ રહ્યુ છે. કારણ કે હાલમાં ઘણાં વિસ્તારોમાં બપોર સુધી કચરા કલેકશન માટે કોઇ આવતું જ નથી. તેમજ ઘણી વાર તો બીજા દિવસે કર્મચારીઓ આવે છે. જ્યારે સૌથી મોટી સમસ્યા કચરો લઇ જતાં ટ્રેક્ટરની છે. કારણ કે ખુલ્લા વાહનમાં કચરો લઇ જતાં રસ્તા પર કચરો ફેલાય છે અને આવા વાહનો દુર્ગંધ પણ ફેલાવે છે. આમ જે માર્ગદર્શિકા પ્રમાણે કચરો લઇ જવો જોઇએ તેનું કોઇ પાલન કરાતુ નથી.

આવું જ એક ટ્રેક્ટર ગુરુવારે સવારે 11 વાગ્યાના અરસામાં ગોદીરોડ પરથી કચરો ભરીને નીકળ્યુ હતુ. જ્યાં ટ્રેક્ટર ઉભું રાખ્યુ હતુ. ત્યાં તો તેમાંથી ગંદુ પાણી ઢોળાતુ જ હતુ. પરંતુ ટ્રેક્ટર ચાલવા માંડ્યુ ત્યારે પણ આખાયે રોડ પર ગંદુ પાણી ઢોળતું ઢોળતું જ ટ્રેક્ટર જતુ હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા. સવારના સમયે કામ ધંધે જતી વખતે કપડા ગંદા થવાનો ડર તો હતો. તેની સાથે ફેલાતી દુર્ગંધ પણ અસહ્ય હતી. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવું જરુરી છે. એક તરફ કચરા ડમ્પીંગ ડેપોના ભ્રષ્ટાચારનું ભુત તો ધુણી જ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: