અસાયડીમાં મિનિ બસને બોલેરો ગાડીએ ટક્કર મારી

  • બન્ને વાહનોને નુકસાન થયું, બસના ડ્રાઇવરે ફરિયાદ કરી

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 04:00 AM IST

દાહોદ. મહિસાગર જિલ્લાના મોટા સોનેલા ગામના અને ગોધરા એસટી ડેપોમાં ડ્રાઇવરની નોકરી કરતાં બાબુભાઇ દલાભાઇ વાળંદ ગતરોજ ગોધરા ડેપોમાંથી જીજે-18-ઝેડ-3466 નંબરની મીની બસમાં પેસેન્જરો બેસાડી ઝાલોદ ગયા ગયા હતા. ઝાલોદથી પરત પેસેન્જરો ભરી ગોધરા આવતા હતા. ત્યારે અસાયડી ગામે હાઇવે પર ઓવરબ્રિજ ચડતા એસટી બસમાં પંચર થતા બસ રોડની બાજુમાં પાર્ક કરી હતી. ગોધરા ડેપોમાંથી બસ સ્ટાફ રીપેરીંગમાં આવે તેની રાહ જોઇ ઉભા હતા.

તે દરમિયાન બપોરના દોઢેક વાગ્યાના અરસામાં દાહોદ તરફથી આવતી બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી મીની એસટી બસના પાછળના ભાગે અથડાવતા બન્ને ગાડીને નુકસાન થયું હતું. જેમાં બોલેરોના ડ્રાઇવરને શરીરે મુઠમાર ઇજાઓ થતાં પીપલોદ સરકારી દવાખાનામાં લઇ ગયા હતા. આ સંદર્ભે બાબુભાઇ દલાભાઇ વાળંદે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: