અષાઢી બીજના શુભ દિવસે વાહનોની ખરીદી: ગોધરામાં અષાઢી બીજે 120 ટુવ્હીલરની સામે 239 ફોર વ્હીલર વાહનોનું વેચાણ

ગોધરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાને લીધે ટુવ્હીલર વાહનો ગત વર્ષ કરતાં અડધા વેચાયા
  • કોરોનાથી સુરક્ષા મેળવવા ફોર વ્હીલર ગાડીઓનું વેચાણ વધ્યું

અષાઢી બીજના શુભ દિવસે વાહનોની ખરીદી થતી હોય છે. આ શુભ દિવસને લઇને ગોધરા શહેરના વાહનોના ડિલરો ડીસ્કાઉન્ટ સહીતની સ્કીમ મુકતાં હોય છે. પણ હાલ કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે હોવાથી આ અષાઢી બીજમાં ગોધરા શહેરમાં ટુવ્હીલર કરતાં ફોરવ્હીલર વાહનનું વેચાણ બમણું થયું છે. અષાઢી બીજે ગોધરા શહેરમાં મોટી ગાડીઓના શોરુમમાં વહેલી સવારે ગાડીઓ ખરીદી કરવા અને બુકિંગ કરેલી ગાડીઓ લેવા લોકો ઉમટી પડયા હતા.

કોરોના મહામારીને લીધે ખાનગી ટ્રાવેલ્સ કે બસમાં મુસાફરી કરવાના જોખમને બદલે લોકો ફોરવ્હીલ ગાડીઓની ખરીદી કરવાનુ મુનાસીફ માનીને અષાઢી બીજે ફોરવ્હીલ ગાડીઓનું ગત વર્ષ કરતા વેચાણ વધ્યું હતુ. શહેરના ફોરવ્હીલ ગાડીઓના શોરુમમાં 239 ફોરવ્હીલ ગાડીઓનું વેચાણ થયું હતું.જે અગાઉના વર્ષ કરતાં વેચાણ વધતાં શોરૂમના ડીલરોમાં ખુશી ફેલાઇ હતી. જયારે બીજી બાજુ કોરોનાથી મેડીકલ ખર્ચ અને મંદીની અસર મધ્યવર્ગ પર પડતા ટુવ્હીલ વાહનની ખરીદી પર અસર પડી હતી. આ અષાઢી બીજે અગાઉના વર્ષ કરતાં ટુવ્હીલ વાહનનું વેચાણ ઘટીને ફ્કત 120 ટુવ્હીલર વાહનોનું વેચાણ થતાં ડીલરો ચીતિંત થયા હતા.

મધ્યમવર્ગે ટુવ્હીલર વાહનની ખરીદી ટાળી
ટુવ્હીલર શોરૂમના ડીલરોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીમાં મેડિકલ ખર્ચ વધતાં તેની અસર ટુ્વ્હીલર વાહનો પર પડી છે. સાથે ટુ વ્હીલર વાહનોના ભાવમાં 15થી 20 હજારનો વધારો થતાં મધ્યમવર્ગે ટુવ્હીલર વાહનની ખરીદી અષાઢી બીજે ટાળી છે. આ અષાઢી બીજે ગત વર્ષે 250 જેટલા કુલ ટુ વ્હીલર વાહનના વેચાણ સામે અડધા ટુવ્હીલર વાહનોનું વેચાણ થયું છે. લોકો કોરોનાની સેફટીને લીધે ફોર વ્હીલર તરફ વળ્યા છે.

દાહોદ જિ.માં અષાઢી બીજે 255 દ્વિચક્રી વાહનો વેચાયા
કોરોનાની લહે૨ શાંત પડતા જ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની રોનક દેખાવા લાગી છે. દરમિયાન દાહોદ જિલ્લામાં ઓટોમોબાઈલ માર્કેટમાં સોમવારે દિવસભ૨ શુભ મુહૂર્તમાં નવા વાહનોની ખરીદી સાથે શો રૂમોમાં ધમધમાટ જોવા મળ્યો હતો.

પાછલા લાંબા સમયથી કોરોના મહામારીને કારણે વિવિધ માર્કેટ સાથે ઓટોમોબાઇલ્સ માર્કેટને પણ મોટી વિપરીત અસર થઇ હતી. કોરોનાની બીજી અતિ ઘાતક લહેર શાંત પડતાં દાહોદ શહેર સહિત જિલ્લાના માર્કેટમાં ધીમે-ધીમે ખરીદીનો માહોલ પુન: જામી રહ્યો છે. સોમવારે અષાઢી બીજના શુભ હિતે દિવસભ૨ ટુવ્હીલ૨ની શો-રૂમોમાંથી ડિલિવરી લેવામાં આવી હતી.

દાહોદ શહેર અને જિલ્લામાં સોમવારના રોજ હીરો કંપનીના 150, હોન્ડા કંપનીના 25, સુઝુકી કંપનીના 45, યામાહા કંપનીના 10, ટીવીએસ કંપનીના 25 અને હીરો કંપનીના 150 ટુવ્હીલર વાહનો વેચાયા હતાં. ઘણા લાંબા સમય બાદ જિલ્લાના દ્વિચક્રી વાહનના શો રૂમ ઉપર ચહલ-પહલ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: