અલ્ટીમેટમ: દાહોદ નગરપાલિકાના 13 ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ, હિસાબ રજૂ નહીં કરશે તો નોંધાશે પોલીસ ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહેદએક કલાક પહેલા
- કૉપી લિંક
- 10 તારીખ સુધીમાં હિસાબ રજૂ કરવા આદેશ ભાજપ,કૉંગ્રેસ અને અપક્ષ મળી 13 ઉમેદવારોને નોટિસ
દાહોદ નગર પાલિકાની ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે.હવે પ્રમુખ કોણ બનશે તેની ગણતરીઓ મંડાઇ રહી છે. તો બીજી તરફ ચુંટણી જીતીને અને હારીને કેટલાક ઉમેદવારો હવે નિયમો ભુલી ગયા હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે 13 ઉમેદવારઓએ ચુંટણીના હિસાબો રજૂ ન કરતાં તમામને 10 માર્ચ સુધીમાં હિસાબો રજૂ કરવા ચુંટણી અધિકારી દ્રારા નોટીસ ફટકારવામા આવી છે.જો તેમ કરવામાં નહી આવે તો ઉમેદવારો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. દાહોદ નગર પાલિકાની 35 બેઠકોની ચુંટણી માટે તારીખ 28 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવ્યુ હતુ.કારણ કે 36 બેઠક પૈકી ભારતીય જનતા પક્ષે એક બેઠક ચુંટણી પહેલાં જ બીનહરીફ જીતી લીધી હતી.આ ચુંટણીમાં 58.03 ટકા જેટલું મતદાન થયુ હતુ.ત્યાર બાદ તારીખ 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં કોંગ્રેસ અને ચુંટણી ચાણક્યો માટે ચોંકાવનારા પરિણામો જાહેર થયા હતા. પાલિકાની મતગણતરીમાં પ્રથમ વોર્ડથી જ ત્રણ બેઠકો મેળવી ભાજપે શહેરેમાં સરસાઇની શરુઆત કરી દીધી હતી.વોર્ડ નંબર ત્રણ બાદ કરતાં તમામ વોર્ડમાં ભાજપાની પેનલોએ પ્રચંડ જીત મેળવીને પાલિકામાં 36 માંથી 31 બેઠકો પર કબ્જો જમાવી દેતાં ગત વખત કરતાં 9 વધારે બેઠકો પ્રાપ્ત કરી છે.હવે પ્રમુખ કોણ બનશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.ત્યારે ચુંટણીમાં જીત કે હાર પછી કેટલાક ઉમેદવારો નિયમો ભુલી ગયા હોય તમ લાગી રહ્યુ છે. પાલિકાની ચુંટણી દરમિયાન ઉમેદવારોએ કેટલો ખર્ચ કર્યો તેની રજે રજની માહિતી સાથે ચુંટણી વિભાગમાં તેના નિયત દિવસોએ હિસાબો રજૂ કરવાના હોય છે.જે ખર્ચ કર્યેો તેના પાકા બીલો પણ રજૂ કરવાના હોય છે. તેમ છતાં 13 જેટલા ઉમેદવારોએ પોતાના હિસાબો રજૂ ન કરતા ચુંટણીઅધિકારીએ લાલ આંખ કરી છે.આ તમામ 13 ઉમેદવારોને નોટીસ ફટકારી 10 માર્ચ સુધીમાં લોકલ ફંડની કચેરી,જિલ્લા સેવા સદનમાં હિસાબો રજૂ કરવા તાકીદ કરી છે.જો તેમ નહી કરવામાં ઓવે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાંઆવશે તેમ પણ જણાવ્યુ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed