અપીલ: ​​​​​​​દાહોદમાં ઇકોફ્રેન્ડલી હોળી પ્રાગટ્ય કરવા માટે પ્રકૃત્તિ મિત્ર મંડળે અપીલ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં ટેબ્લોમાં પ્રદર્શિત કરી છાંણાથી હોળી પ્રગટાવવા સમજ આપાઇ

દાહોદ શહેરમાં ઠેક ઠેકાણે હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરી હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. જેતી પ્રકૃત્તિ મિત્ર મંડળ દ્વારા છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી પ્રગટાવવાની અપીલ કરવામાં આવી છે. જેના માટે એક ટેબ્લો બનાવી આખાય શહેરમાં તેના ભ્રમણ સાથે માઇક સાથે જાહેરાત પણ કરવામાં આવી હતી.

આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી છે

હોળી પ્રાગટ્ય માટે ઘણે ઠેકાણે રસ્તા ખોદી નાખવામાં આવે છે. તે પણ ન કરવા માટે શહેરીજનોમાં સમજ આપવી જરૂરી લાગી રહ્યુ છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અને આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. જેથી જિલ્લામાં ધામધૂમથી હોળી મનાવવામાં આવે છે. જેથી હોળી મનાવવા માટે રોજગારી માટે બહાર ગયેલા શ્રમજીવી પરિવારો માદરે વતન પરત ફરી રહ્યા છે. તેવી જ રીતે દાહોદ શહેરમાં પણ હોળીનો તહેવાર ઉંમગ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. જો કે આ વખતે હોળીની ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. પરંતુ હોળી પ્રાગટ્ય કરવામાં આવશે.

ટેબ્લો દ્વારા શહેરી જનતાને અપીલ કરાઇ

હોળી પ્રાગટ્ય માટે મોટો ભાગે લાકડાઓનો ઉપયોગ જ કરવામાં આવે છે. જ્યારે ઘણે ઠેકાણે છાણાં વડે ઇકો ફ્રેન્ડલી હોળી પણ પ્રગટાવાય છે. જેથી લાકડાનો ઉપયોગ ટાળીને પર્યાવરણની રક્ષા કરી શકાય. આવી ઇકો ફ્રેન્ડલી હોળીને ઉત્તેજન આપવા માટે પ્રકૃત્તિ મિત્ર મંડળ દ્વારા સોમવારે એક ટેબ્લો શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. અને માઇક દ્વારા શહેરીજનોને ઇકોફ્રેન્ડલી હોળી પ્રાગટ્ય કરવા માટે આપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: