અપીલ: સમૃદ્ધ ગુજરાતી ભાષાની ગરિમા જાળવવા ડો.રઈશનો અનુરોધ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક

ડો. રઈશ મનીયાર
- દાહોદમાં સાહિત્યકારે લોકોને માતૃભાષાનું મહત્વ સમજાવ્યંું
‘સૂર્ય, પાણી, પુત્ર-પુત્રી કે સિંહ સહિતના શબ્દો માટે અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે ત્યારે ગુજરાતીમાં મોટાભાગના શબ્દના 20-25 પર્યાય છે. તો આવી અત્યંત માતબર ભાષાનું ગૌરવ લેવા બદલે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ કેમ રાખીએ છીએ તે બાબતે વિચારવા જેવું છે.’ તેવું દાહોદમાં એક કાર્યક્રમ માટે આવેલ રચયિતા ડો રઈશ મનીયારે જણાવ્યું હતું.
એક ખાનગી કાર્યક્રમ માટે માતૃભાષા દિને જ તા.21 ફેબ્રુઆરી 2021ને રવિવારે દાહોદના મહેમાન બનેલા જાણીતા કવિ-કોલમિસ્ટ ડો.રઈશ મનીયારે, ઉપસ્થિતોને જણાવ્યું હતું કે જયારે આપણી ગુજરાતી ભાષા જ આટલી સમૃદ્ધ છે ત્યારે તે બદલે માવતરોને પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ કેમ છે તે ખરેખર સમજાતું જ નથી. અંગ્રેજી ભાષાનો વિરોધ ના હોવો જોઈએ.
પરંતુ, માતૃભાષાને અન્યાય કરીને જયારે વિદેશી ભાષાને જ મહત્વ અપાય તો તે આગામી પેઢી માટે ઘાતક બની રહેશે તેમાં કોઈ બેમત નથી. કમસેકમ પ્રાથમિક શિક્ષણ અને ઘરમાં થતી વાતચીત તો નખશિખ માતૃભાષામાં જ થાય તો હજુ વર્ષો સુધી ગુજરાતી ભાષાને કોઈ આંચ નહીં આવતેમ જણાવી ઉપસ્થિતોને માતૃભાષા દિવસની શુભકામના પાઠવી હતી.
Related News
તપાસ: મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા નજીક રેલ્વે ગરનાળામાંથી મળી આવતા ચકચાર, પોલીસે યુવતીનું પેનલ પી.એમ કરાવ્યુ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલાRead More
રાહત: દાહોદ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળના કામોને મળી વહીવટી મંજૂરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed