અપહરણ: બકરા ચરાવવા ગયેલી સગીરાનું અપહરણ કરાયું, સગીરા નહીં મળતાં અંતે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના એક ગામમાંથી યુવક 16 વર્ષિય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. સગીરાનો કોઇ જ પત્તો નહીં મળતાં આ મામલે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરા 8 ડિસેમ્બરના રોજ બકરા ચરાવવા ગઈ હતી.

તે સમયે તેની પાસે ગયેલો કતવારા ગામના વાડી ફળિયામાં રહેતો અજયભાઈ દિનેશભાઈ મખોડીયા લગ્નના ઇરાદે આ સગીરાનું અપહરણ કરી ગયો હતો. પરિવારની શોધખોળ બાદ પણ સગીરાનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. તપાસ વેળા અજય અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેના પરિવારનો સંપર્ક કરતાં કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારે અંતે આ મામલે સગીરાના પરિવારના વ્યક્તિએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: