અપહરણ: દાહોદના ઉંડારમાં યુવતીને ભગાડી લાવનાર યુવકના પિતાને યુવતીના પરિવારજનો ઉઠાવી ગયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અપહરણ કરી ગડદાપાટું અને લાકડીઓથી માર મારતા ફરિયાદ નોંધાઇ

દાહોદના ધાનપુર તાલુકાના ઉડાર ગામે એક યુવક એક યુવતીને પત્ની તરીકે રાખવા લઈને જતો રહ્યો હતો. જેથી યુવતીના પરિવારજનોએ યુવકના પિતાનુ અપહરણ કરી લાકડી વડે માર મારતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

ઉડાર ગામે હોળી ફળિયામાં રહેતા મનુભાઈ મોહનીયાનો પુત્ર પંકજભાઈ ઝાબુ ગામે રહેતી એક યુવતીને પત્ની તરીકે રાખવા ભગાડીને લઈ આવ્યો હતો. આ બાબતની અદાવત રાખી ઝાબુ ગામે રહેતા સરદારભાઈ ગેમાભાઇ બારીયા, ગેમાભાઇ વરસીંગભાઇ બારીયા, નાનજીભાઈ કટારા, હિંમતભાઈ કટારા, વીરસીંગભાઇ પાળિયાભાઈ કટારા તથા બીજા બેથી ત્રણ જેટલા ઈસમોએ ગત તારીખ 07 જૂનના રોજ મનુભાઈના ઘરે આવ્યા હતા.

ઘરે આવીને ગાળા ગાળી કરી મનુભાઈનું અપહરણ કરી લઈ હતા. સાથે પગના તળીયાના ભાગે લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ સંબંધે ઇજાગ્રસ્ત મનુભાઈની પત્ની કમીબેન મનુભાઈ મોહનીયા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: