અનાસ નદીમાં અચાનક પાણી વધી જતા અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 યુવાન બેટ પર ફસાયા, એકનું મોત, એકનો બચાવ
દાહોદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

અનાસ નદીના બેટ પર 5 યુવાનો ફસાયા, જે પૈકી એક યુવાન પાણીમાં તણાયો
- યુવાનો ફસાયા હોવાની જાણ થતાં પ્રાંત અધિકારી અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી
- યુવાનોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરવાની કાર્યવાહી શરૂ, લુણાવાડાથી NDRFની ટીમ રવાના
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા ઠુંથી કંકાસિયા ગામના 6 યુવાનો ફસાયા હતા. નદીનું વહેણ અચાનક જ વધી જતા યુવાનો ફસાઇ ગયા છે. જે પૈકી એક યુવાન નદીમાં પ્રવાહમાં તણાઇ જતા મોત થયું હતું. જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં તરીને બહાર આવી ગયો હતો. જેથી તેનો બચાવ થયો હતો. જ્યારે 4 યુવાનો નદીની વચ્ચે બેટ ઉપર ફસાઇ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

ફસાયેલા યુવાનોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી
યુવાનોને બચાવવાની કામગીરી શરૂ કરાઇ
અનાસ નદીમાં બેટ પર ફસાયેલા 4 યુવાનોએ બુમાબુમ કરતા આસપાસના લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી અધિકારીઓ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે અને યુવાનોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લુણાવાડાથી NDRFની ટીમ રવાના થઇ ગઇ છે. ઝાલોદ નગરપાલિકાની ટીમ હાલ ઘટના સ્થળે હાજર છે અને બચાવ કામગીરી માટે દાહોદ તથા દેવદઢ બારીયા પાલિકાની ટીમ બોલાવવામાં આવી છે.

યુવાનો બેટ પર ફસાતા લોકો જોવા માટે પહોંચી ગયા
0
Related News
સાવચેતી: દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરહદી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો એલર્ટ બની
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
રાજકારણ: દાહોદ નગરપાલિકાના કૉંગ્રેસના વધુ એક ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું, વોર્ડ નંબર 4માં કૉંગ્રેસ માટે કપરા ચઢાણ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed