અનલોક-4 માં દાહોદમાં સ્થાનિક તંત્ર વધુ કડક બને તે જરૂરી બન્યું

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:00 AM IST

દાહોદ. કોરોનાના કેસ વૃદ્ધિ પામતા તા.19થી 30 જુલાઈના સમયગાળા દરમ્યાન દાહોદ પાલિકા અને શહેરની અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલું. જેને મહદ્ અંશે સફળતા મળી હતી. લોકો સવારથી બપોર સુધી તો પોતાના વ્યવસાયિક સંસ્થાનો ખુલ્લા રાખીને બેધડક વેપાર કરતા નજરે પડ્યા હતા. હવે જ્યારે અનલોક-4 અંતર્ગત સરકાર દ્વારા પ્રકાશિત જાહેરનામામાં આજે તા.1.8.થી જ તે ક્ષેત્રે વધુ છૂટછાટો આપવાનું નક્કી થયું છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને સ્થાનિક તંત્ર દ્વારા જે તે છૂટછાટના સમયમાં બની રહે તેમ ઘટાડો કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની કડક ફરજ સાથે ઘનિષ્ઠ ચેકીંગ આરંભાય તે જરૂરી બન્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: