અનલોક-4ના પહેલા જ દિવસે દાહોદ ફરી એકવાર ધમધમ્યું
- આશરે 4 મહિને ફરી એકવાર બજારો ધમધમતા થયા હતા
- માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા
દિવ્ય ભાસ્કર
Aug 02, 2020, 04:00 AM IST
દાહોદ. સરકારના નવા જાહેરનામા મુજબ તા.1-8-’20 થી અનલોક-4 લાગુ થયું છે અને તેમાં હવે લોકો જે તે ક્ષેત્રમાં વધુ છૂટ મળવા સાથે પુન: પોતાના વ્યસાય કરી શકે તે માટેની વિવિધ સ્તરીય છૂટછાટો આપવામાં આવી છે.
અનલોક-3 ના એક જ મહિનામાં દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે
ત્યારે અનલોક- 4 માં અપાયેલ છૂટછાટોના પહેલા જ દિવસે જોગાનુજોગ તા.1 ઓગષ્ટે જ બકરી ઇદનું પર્વ હોઈ દિવસભર બજારોમાં સ્કુટરો ઉપર શહેરના મુસ્લિમો વિવિધ ખરીદીઓ અર્થે મોટી સંખ્યામાં ફરતા જોવાયા હતા. તો સાથે છૂટછાટ બાદ અન્ય લોકો પણ બજારમાં મુક્ત મને નીકળતા દાહોદના બજારો તા.25 માર્ચ બાદ આશરે ચાર મહિને આ રીતે ફરી એકવાર ધમધમતા થવા પામ્યા હતા. અલબત્ત, આ છૂટ દરમ્યાન બજારમાં ફરતા અનેક લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન વિના જ બેફિકરાઈથી ફરતા નોંધાયા હતા. ત્યારે સ્થાનિક તંત્ર વધુ કડકાઈ દાખવે તે ખૂબ જરૂરી બન્યું છે. દાહોદ સહિત દેશભરમાં તા.25-3-’20 થી અનલોક-1 લાગુ પડ્યા બાદ તા.30 જુન સુધી અનલોક-2 ના સમયગાળામાં દાહોદ શહેર સહિત જિલ્લાનો બહુધા વર્ગ આર્થિક રીતે તૂટી જવા પામ્યો છે. સામાન્ય લોકો અનલોક-4 ની છૂટછાટોથી ખુશ છે. પરંતુ, બીજી તરફ કોરોનાનો વ્યાપ સમગ્ર જિલ્લામાં ફેલાયો છે અને તેમાંય ખાસ કરીને દાહોદના શહેરી વિસ્તારમાં તેનું પ્રમાણ ખૂબ વધારે નોંધાયું છે. ત્યારે લોકોમાં કોરોનાનો છૂપો ભય પણ જબરજસ્ત હદે જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે તા.1 જુલાઈથી આરંભાયેલ અનલોક-3 ના એક જ મહિનામાં દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે.
Related News
તાલીમ: ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ દ્વારા ઓનલાઈન તાલીમ અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મીટિંગ: ધાનપુરમાં માનવ કૌશલ વિકાસ એસો. દ્વારા વર્કરોની પ્રશિક્ષણ મીટિંગ યોજવામાં આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed