અનલોક બાદ: હોટલ-રેસ્ટોરેન્ટમાં 35, ગારમેન્ટમાં 30,જ્વેલર્સમાં 20% ગ્રાહક પાછા ફર્યા
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- વેપાર ધંધાની ખડી પડેલી ગાડી પુન: પાટે ચઢી, જુલાઇથી ગતિ વધવાની આશા
- કરિયાણાની દુકાનો ઉપર ઘરાકી 80% સુધી પહોંચી : સ્વીટની દુકાને 30% પાછા ફર્યાકરિયાણાની દુકાનો ઉપર ઘરાકી 80% સુધી પહોંચી : સ્વીટની દુકાને 30% પાછા ફર્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના બીજી લહેરની સ્થિતિ હળવી પડતા રાજ્ય સરકારે હળવા કરેલા નિયંત્રણો બાદ વિવિધ આર્થિક ગતિવિધિઓમાં ધીમે-ધીમે તેજી આવતી જોવા મળી રહી છે. વેપારીઓ માટે છેલ્લા એક વર્ષથી ચાલતી વિવિધ પાબંદીઓ બાદ હવે વ્યવસાયનો સમય પણ વધારીને દાહોદ શહેર સહિત જિલ્લામાં રાતનો કર્ફ્યુ પણ હટાવી લેવાયો છે ત્યારે બંધ પડેલા વેપાર પુન: ધીમે-ધીમે ધમધમતા થયા છે.
દાહોદના કરીયાણા અને અનાજ બજાર, રેડીમેડ ગારમેન્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ, સ્વીટ્સ, સોનાચાંદીના દાગીના વેચતા જ્વેલર્સ, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિતના જે તે વ્યવસાયો ગત સપ્તાહથી ફુલ ફ્લેજમાં પુન: ધબકતાં થયા છે. જે તે ધંધામાં ઓછેવત્તે અંશે પુન: ગતિ પકડાતા વેપારી વર્ગમાં સ્વાભાવિક આનંદ વ્યાપ્યો છે. મોટાભાગના વ્યવસાયોમાં ગત માર્ચથી મે માસની સરખામણીએ જુન માસ દરમ્યાન ક્રમશ: જાહેર થયેલ છૂટછાટો થકી વેપારમાં સરેરાશ 25 થી 30 % જેટલી વૃદ્ધિ નોંધાઈ છે.
લાંબા સમયથી ચાલતા વેપાર માટેના સમયના અને કરફ્યુના બંધનોમાં છૂટછાટો જાહેર થતા દાહોદના બજારોની ખરેખરી રોનક હવે આવશે તેવું કહેતા નંદન જ્વેવર્સવાળા નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે સોનાચાંદીના ભાવમાં અસહ્ય વધારો થવા સાથે લગ્નની ખરેખરી સિઝન શરૂ થઈ.
ત્યારે જ દાહોદમાં કોરોના લોકડાઉન આવતા ગત આખી સિઝન ફેઈલ થઈ જતા મધ્યમવર્ગી વેપારીઓની માઠી દશા આવી હતી પરંતુ, હવે જ્યારે ઘણીબધી છૂટછાટો આપવામાં આવી છે ત્યારે ચોક્કસ લોકોના વેપારધંધા ધબકતા થશે તેવી આશા છે. જોકે, કોરોનાની ગતિ અતિમંદ થઇ છે કોરોના હજી ગયો નથી. છુટછાટ મળી છે પરંતુ તેનો સંયમથી ઉપયોગ કરવામાં આવશે તો જ બજારોમાં ચહલ-પહલ રહેશે.
કેટલો વેપાર પાછો ફર્યો | |
ફૂટવેર | 25થી 30 ટકા |
ગારમેન્ટ | 25થી 30 ટકા |
ઇલેક્ટ્રોનિક્સ | 10થી20 ટકા |
સોના-ચાંદી | 10થી 20 ટકા |
સલુન | 60થી 75 ટકા |
હોટલ-રેસ્ટોરેન્ટ | 30થી 35 |
કરિયાણા | 75થી 80 ટકા |
સાંજ બાદ જ વધુ ઘરાકી નીકળે છે
લગ્ન અને ઉનાળાની મહત્વની સિઝન વખતે જ આંશિક લોકડાઉન આવ્યું. અમારા રેડીમેઈડ ગારમેન્ટ્સ સહિત જ્વેલરી, મોબાઈલ, ઈલેક્ટ્રોનિક ચીજો જેવા અનેક વ્યવસાયોમાં સાંજ બાદ જ ઘરાકીની રોનક આવે છે. દાહોદમાં હવે કોરોના સંક્રમણનું પ્રમાણ સાવ નહિંવત્ બન્યું છે ત્યારે સરકાર દ્વારા દાહોદમાં છૂટછાટો અપાઈ છે તે આવકાર્ય જ છે. -અશેષ સી. દેસાઈ, બોમ્બે ગારમેન્ટ્સ
વેપારનો સમય ઓછો પડતો હતો
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ખરીદી માટે દાહોદનું મહત્વ વિશેષ છે પણ વેપારનો સમય ઓછો હોઈ ધંધામાં તકલીફ હતી. તે હવે સમય વધ્યે ધંધો પણ વધશે. વેપારીઓ કમાશે તો તેઓ પણ અન્ય ખરીદી કરશે ને એમ રોટેશન વધશે. -પ્રકાશ મામનાણી, મહાલક્ષ્મી ફૂટવેર
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed