અનલોક: દાહોદના દેવસ્થાનો ખુલ્યાં પણ શ્રદ્ધાળુઓ ઘટી ગયા

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગાઈડલાઈનના ચુસ્ત અમલથી ઘટાડો

દાહોદ ખાતે વૈષ્ણવ સમાજ, જૈન‌ સમાજ, સ્વામિનારાયણ સમાજ, મોઢવણિક સમાજ, પંચાલ સમાજ, ડબગર સમાજ, સિંધી સમાજ સહિત જે-તે જ્ઞાતિઓના અને સાથે સાથે શિવાલયો, અંબેમાતા, ચામુંડામાતા, શીતળામાતા, ગાયત્રી માતા, હનુમાનજી, સિદ્ધિ વિનાયક જેવા અનેક મંદિરો આવેલા છે‌‌‌. જેમાં અમુક જ મંદિરોમાં પ્રસાદીનું વિતરણ થાય છે.

જોકે કોરોના કાળમાં ધાર્મિક સ્થળો બંધ થવાની ગાઈડલાઈન બાદ હવે લાંબા સમયે ધાર્મિક સ્થાનો ખુલવા પામ્યા છે પરંતુ, હવે નવી ગાઈડલાઈન મુજબ ગણતરીની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોઈ હાલમાં પ્રસાદી પણ નહિંવત્ માત્રામાં જ હોઈ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. વળી જોકે હાલમાં કોઈ મોટા તહેવારો પણ આવતા ન હોઈ દર્શનાર્થીઓની સંખ્યામાં સ્વાભાવિક ઘટાડો હોઈ દક્ષિણા પણ ખૂબ જ ઘટી જવા પામી છે. જેને લઇને દાહોદના બહુધા મંદિરોના પૂજારીઓ કે મંદિર પરિસરની સ્વચ્છતા જાળવતા લોકોના મહેનતાણા પણ નહીં નીકળતા હોવાની માહિતી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: