અધિકારી એકશનમાં: સંજેલીમાં ઠેરઠેર ગંદકી અને દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈકોને ટાર્ગેટ બનાવતાં હોવાની રજૂઆત કરાઇ રોજીરોટી માટે જતાં બાઇક ચાલકોને રૂ.1000 નો દંડ કે મેમો અપાતાં રોષ ફેલાયો

સંજેલીમાં ઠેરઠેર ગંદકી દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ યુદ્ધના ધોરણે ગ્રામજનો, વેપારી, સરપંચ, તલાટી સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં નગરમાં ગંદકી, ગટર, પાણી, રસ્તા સહિતની સમસ્યા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં વાહન ચાલકોને દંડની હેરાગતી થતી હોવાની પ્રમુખ દ્વારા રજુઆત કરાઈ છે.

રોગચાળો ફાટે તે પહેલા પાળ બાંધવામાં આવે

સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળતા જ સંજેલી બજારમાંથી પસાર થતાં દબાણના કારણે ટ્રાફિક દ્રશ્યોમાં ફસાયાં અને ગંદકીને લઇ ચોંકી ઉઠ્યાં હતાં. આવી ગંદકી ક્યાંય પણ જોઈ નથી. કોલેરા, મેલેરિયા જેવા રોગચાળો ફાટે તે પહેલા પાળ બાંધવામાં આવે. તથા ઠેર ઠેર થયેલા દબાણો દૂર કરવાના સહિયારું આયોજન કરવા માટે સંજેલી તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી હરેશભાઇ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

ઠેર ઠેર ગંદકી, દબાણો, ગટરોને લઇ બેઠક યોજાઈ

જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ, હેલ્થ ઓફિસર એમ.એ.આલમ ટીડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રામજનો, વેપારીઓ અને સરપંચ તલાટી સાથે સંજેલી નગરમાં થયેલી ઠેર ઠેર ગંદકી, દબાણો, ગટરોને લઇ બેઠક યોજાઈ હતી. ઉપસ્થિત ગ્રામજનોએ પંચાયત તંત્ર ખાડે ગયું હોય તેમ ધારદાર રજુઆત કરવામાં આવી હતી. પુષ્પ સાગર કિનારે વીર શહીદો માટે બનાવેલી વાડીમાં પણ કચરાના ઢગલા, નગરના મુખ્ય માર્ગ સહિત ફળીયાના માર્ગો પર ગંદકીઓ અને ગટરના પાણી રોડ પર આપતા, પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા માટે ફરતું વાહન ક્યારેય પણ આવતું નથી. તેમજ ખુલ્લી ગટરોમાં ઢાંકણાનો અભાવ, વોટર વર્કસની મુખ્ય પાઇપલાઇનમાંથી ડાયરેક્ટ લગાવેલા અને ભૂતિયા કનેકશનો દુર કરી રેગ્યુલર પાણી આપવા તેમજ નવા નળ કનેકશનો આપવા સહિતની રજુઆતો કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા લોકોને ટાર્ગેટ બનાવી દંડવામાં આવે છે

મીટીંગ પૂર્ણ થતાં જ સફાઈ કર્મચારીઓને બોલાવી તાલુકા પંચાયતના ગેટ આગળથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશનના પ્રમુખ ડિમ્પલ દેસાઈ દ્વારા રજૂઆત કરાઈ હતી કે પોલીસ તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી રોજીરોટીનું પેટિયું રળવા કે અનાજ કરિયાણા માટે બાઈક લઈને આવતા લોકોને ટાર્ગેટ બનાવી દંડવામાં આવે છે. જેના કારણે વેપારીઓને ધંધા રોજગાર પર માઠી અસર પડે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: