અધિકારીની અસર: દાહોદ જિલ્લામાં રેન્જ આઈજીની ઓચિંતી મુલાકાત બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી, બાઈક પર ત્રણ સવારી ફરનારા દંડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માસ્ક વિના ફરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારાની તવાઈ આવી

દાહોદ જિલ્લામાં રેન્જ આઈ.જીની સરપ્રાઈઝ ચેકિંગ બાદ દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી છે. જેમાં દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદની રેન્જ આઈ.જી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે એક્શનમાં આવેલી સંલગ્ન તાલુકાની પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા તેમજ મોટરસાયકલ પર ત્રિપલ સવારી ફરતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી

કોરોના સંક્રમણ ભલે ઘટ્યુ હોય પરંતુ તેનો પ્રકોપ હજુ પણ યથાવત રહ્યો છે. લોકો માસ્ક પહેરે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ બજારોમાં ભીડભાડ ન કરે તે માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનેકવાર અપીલ પણ કરવામાં આવી હતી. કેટલાક લોકો હજુ પણ કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં ન લેતા પોલીસે દાહોદ સહિત અન્ય તાલુકામાં એક્શન મોડમાં આવી છે. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં રેન્જ આઇજીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી. જેમાં દાહોદ, લીમડી, લીમખેડા અને ઝાલોદની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ એકશનમાં આવેલી પોલીસે દાહોદ શહેર સહિત અન્ય તાલુકાની પોલીસે બજારમાં માસ્ક વગર ફરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં લોકો તેમજ ત્રિપલ સવારી લઈ પસાર થઈને રહેલા મોટરસાઇકલ ચાલકો વિરુદ્ધ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: