અદાવત: ઝાલોદના લીમડીમાં ચૂંટણી હરાવ્યાની અદાવતે એક વ્યક્તિ પર ટોળાએ હુમલો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચૂંટણીમાં હારના આક્ષેપ સાથે છ લોકોના ટોળાએ લાકડીઓ, પાઈપ સાથે હુમલો કર્યો જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ

ઝાલોદ તાલુકાના લીમડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોના પરિવારજનો દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છ લોકોના ટોળાએ લાકડી, લોખંડની પાઈપ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તથા મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લોખંડની પાઈપ અને લાકડીઓ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી

ઝાલોદ તાલુકાના રણિયાર ગામે સરકારી કોળીવાડ વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે પ્રવિણ કોળી ગત તા.17મી માર્ચના રોજ મોટરસાઈકલ લઈ ઈલેક્ટ્રીશયનનો સરસામાન લેવા માટે પી.ડબલ્યુ ડી. ઓફિસ પાસે આવ્યાં હતા. આ દરમ્યાન રણિયાર ગામે રહેતાં નાનજી ભાભોર, પ્રદિપ વાઘેલા, પ્રદિપ ભાભોર, ગૌરાંગ ભાભોર, નિકુંજ ભાભોર તથા બીજો એક ઈસમ મળી છ જણા પોતાની સાથે લોખંડની પાઈપ, લાકડીઓ વિગેરે લઈ વિજય પાસે આવ્યાં હતાં. અને નાનજીની પૂત્રવધુ તાલુકા પંચાયત પદ પરથી ઉમેદવારી નોંધાવી હતી. જે વિજયના કારણે હારી ગયા હોવાના આક્ષેપો સાથે વિજયને લોખંડની પાઈપ અને લાકડીઓ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ વિજયને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત વિજય ઉર્ફે પ્રવિણ કોળી દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: