અછત: દાહોદમાં રવિવારે એક પણ રેમેડિસિવિર ઇન્જેકશન ઉપલબ્ધ ન હોવાથી કોરોનાના દર્દીઓને હાલાકી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- ઇન્જેકશનનો જથ્થો નહી આવે તો કેટલાયે દર્દી ડોઝ ચુકી જશે રોજ ઓછામાં ઓછા 200 ઇન્જેકશનની જરૂરિયાત સામે શૂન્ય સ્ટોક
દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર થઇ રહી છે. હોસ્પિટલો હાઉસફુલ છે. ત્યારે રવિવારે બપોર સુધીમાં જિલ્લામાં એક પણ રેમડિસિવિર ઇન્જેકશન ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યુ છે. જો આજે ઇન્જેકશન ન આવે તો કેટલાયેના ડોઝ અધુરા રહી જવાની દહેશત ઉભી થઇ છે. જિલ્લામાં જે લોકો કોરોના મુક્ત છે તેમણે સાવચેત થઇ જવું આવશ્યક છે.
દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે હાલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર 267 છે. પરંતુ સ્થિતિ જુદી હોવાનું હવે જગજાહેર છે. મૃત્યુ આંક 115 જણાવ્યો છે. પરંતુ તેમાં પણ તથ્ય નથી. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેથી વહીવટી તંત્ર કોરોનાને કાબુમાં કરવા હવે રાત દિવસ એક કરી રહ્યુ છે. પરંતુ સ્થિતિ નિયંત્રણમાં ન હોવાનું કેટલાક સરકારી બાબુઓ દબાયેલા સ્વરમાં સ્વિકારી રહ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીને વિવિધ રીતે સારવાર આપવામાં આવે છે. અને જો તેને તકલીફ વધી જાય તો ઓક્સિજન પર રાખવો પડે છે. ઘણાં કિસ્સાઓમાં રેમડિસિવિર ઇન્જેકશન પણ આપવા પડે છે. પરંતુ જિલ્લામાં આ ઇન્જેકશનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. રવિવાર 11 એપ્રિલના રોજ જિલ્લામાં એક પણ રેમડિસિવિર ઇન્જેકશન ઉપલબ્ધ ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
રેમડિસિવિરનો કોર્ષ સામાન્ય રીતે 6 ઇન્જેક્શનનો હોય છે. જેમાં પ્રથમ દિવસે બે અને ત્યાર બાદ એક એક ઇન્જેકશન આપવામાં આવતા હોવાનું કોવિડ હોસ્પિટલના તબીબે જણાવ્યુ હતુ. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ડોઝ ચુકી જવાય તો તેની અસરકારકતા ઘટી જાય છે. ત્યારે રવિવારે એક પણ ઇન્જેકશન ન હોવાથી ઘણાંના ડોઝ ચુકી જવાની સંભાવના ઉભી થઇ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed