અછત: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 70 MBBS તબીબની જરુર સામે માત્ર પાંચ જ ડોક્ટર મળ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- આયુર્વેદિક અને હોોમીયોપેથીકમાં પણ 38 તબીબો ઓછા મળ્યા 100 ની જગ્યાએ માત્ર 45 જ સ્ટાફ નર્સ પણ ઉપલબ્ધ થતાં પુરી જગ્યાઓ પણ ન ભરાઇ
દાહોદ જિલ્લામાં કોરોના વકરી જવાને કારણે વિવિધ ક્ષેત્રે આછત સર્જાઇ છે.ત્યારે આરોગ્ય કર્મીઓ પણ ખુટી પડ્યા છે.જેથી બે મહિના માટે હંગામી ભરતી કરવી પડી છે. જોકે, તેમાં એમબીબીએસ તબીબો મળી શક્યા નથી.અન્ય કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી છે અને તાલુકા કક્ષાએ તેમને પોસ્ટીંગ આપવા યાાદી મોકલી આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં કોરોનાના કહેરને કારણે ચારો કોર ચિંતા અને અસમંજસનુ વાતાવરણ છવાયેલુ છે. કારણ કે દવાખાનાઓમાં પથારી નથી, પથારી છે તો આક્સિજનની વ્યવસ્થા નથી. રેમડેસિવિર ઇન્જેક્શનની તીવ્ર અછત છે ત્યારે આતિગંભીર દર્દીઓ માટે વેન્ટીલેટર પણ આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. આ વિટંબણા વચ્ચે આરોગ્યકર્મીઓની પણ તંગી ઉભી થઇ છે. કારણ કે, આમ પણ સ્ટાફ ઓછો હોય અને તેમાંથી પણ સારવાર કરતાં કરતાં 20 ટકા જેટલા આરોગ્યકર્મીઓ સંક્રમિત થયેલા છે. જેથી તાત્કાલિક ભરતી કરવાની જરુર ઉભી થઇ છે.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી.જેમાં 70 જેટલા એમબીબીએસ તબીબોની ભરતી કરવાની હતી પરંતુ માત્ર પાંચ જ તબીબો આવતા તેમને પોસ્ટીંગ આપી દેવાઇ છે. આમ જિલ્લામાં આવા 65 ડોક્ટર્સ હજી ખૂટે છે ત્યારે કોરોના દર્દીઓની સારવાર પ્રભાવિત થઇ રહી છે. કે આયુર્વેદિક અને હોમીયોપેથીક તબીબો પણ પુરતા મળ્યા નથી.કારણ કે 70 ની સામે માત્ર 32 ઉમેદવારો જ આવતાં તમામને હુકમો આપી દેવાયા છે.
જિલ્લામાં 100 જટલી સ્ટાફ નર્સની જરુરિયાત સામે માત્ર 45 ઉમેદવારો જ મળતાં તમામને હાજર કરી દેવાયા છે
આ ઉપરાાંત જિલ્લામાં 150 મલ્ટી પરપઝ હેલ્થ વર્કર લેવામાં આવ્યા છે તેમજ 140 ફિમેલ હેલ્થ વર્કરને પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.50 લેબ ટેક્નીશીયન અને 20 કમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરી દેવામાં આવી છે.તેની સાથે જ 20 વોર્ડ બોય અને 13 સ્વીપરની પણ ભરતી કરવામાં આવી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર.પટેલે જણાવ્યુ હતુ કે તમામની ફાળવણી તાલુકા લેવલે કરી છે અને ત્યાંથી સ્થળ આપાશે.તમામની ભરતી માત્ર બે માસ માટે તદ્દન હંગામી ધોરણે કરવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed