અકસ્માત: દાહોદ પાસે દેલસરમાં વિચિત્ર માર્ગ અકસ્માતમાં વેપારીનું મોત થયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- બાઇક સ્લીપ થઇ જતા નીચે પટકાતા બીજુ વાહન ઉપર ફરી વળ્યુ આંખના પલકારામાં બનેલી દુર્ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ
દાહોદ જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી માર્ગ અકસ્માતોની સંખ્યા વધી ગઇ છે. ત્યારે શહેર નજીક દેલસરમાં વધુ એક માર્ગ અકસ્માતમાં એક વેપારીનું મોત નિપજ્યુ છે. જેમાં આખીયે દુર્ઘટના કેમેરામાં કેદ થઇ છે.
દાહોદ જિલ્લામાં માર્ગ આકસ્માતો ચિંતા જનક રીતે વધી રહ્યાં છે. તેમાંયે દ્વીચક્રીય વાહનોના આકસ્માતો વધારે થઇ રહ્યાં છે. તેમાં પણ વાહન ચાલકો કે પાછળ બેઠેલાના મોત નીપજી રહ્યાં છે. દાહોદ શહેર પાસે દેલસરમાં ચાકલીયા રોડ પર પણ આવી જ એક દુર્ઘટના બુધવારે બની છે. જેમાં એક વેપારી પોતાનું વાહન લઇને જઇ રહ્યો છે જે આગળ જતા વાહન સાથે આથડાઇ જાય તેમ જણાતુ હતુ. કોઇ કારણોસર આ વેપારીએ બ્રેક મારતા તેનું વાહન સ્લીપ થઇ જતાં તે નીચે પટકાયા હતા. તે વેળાએ જ સામેથી આવતું મોપેડ વેપારી પર ફરી વળતા તેમનું મોત નીપજ્યુ હતુ.
ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓ અને દુકાનદારો દોડી આવ્યા હતા. પરંતુ આંખના પલકારામાં થયેલા આ અકસ્માતમાં વેપારી મોતને ભેટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. અકસ્માત જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed