અકસ્માત: ​​​​​​​દાહોદ જિલ્લામા બે માર્ગ અકસ્માતમા બેના મોત, બે સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઝાલોદના પાવડીમા ટ્રેક્ટર પલ્ટી જતાં નીચે દબાઈ જતા એકનુ મોત આમલીમેનપુરમા બાઈક અકસ્માતે પણ એકનો ભોગ લીધો

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. ત્યારે બે જણાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામા માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના પાવડી ગામે બન્યો હતો. જેમાં એક ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટર હંકારી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં ટ્રેક્ટર પલ્ટી ખવડાવી દીધું હતું. જેને પગલે અંદર સવાર અલ્પેશભાઈ ટ્રેક્ચરની ટ્રોલીની નીચે દબાઈ જતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે લાલજીભાઈ ચુનીયાભાઈ ડામોરને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતાં. આ સંબંધે ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે રહેતા રેખાબેન અલ્પેશભાઈ અમલીયારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે બનયો હતો. જેમાં ધાનપુરના પીપરગોટા ગામે રહેતા રાયદનભાઈ વરસીંગભાઈ વાખવાએ પોતાની મોટરસાઈકલ હંકારી આમલીમેનપુર ગામેથી તે સમયે મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ગામમાંજ રહેતા અર્જુનભાઈ ગુલાબભાઈ પસાયાને અડેફેટમાં લેતાં અર્જુનભાઈ અને મગનભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાયા હતાં. જેને પગલે અર્જુનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સુરેશભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ સંબંધે આમલીમેનપુર ગામે રહેતા છગનભાઈ નરસુભાઈ પલાસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: