અકસ્માત: દાહોદના મુવાલીયા ગામે અજાણ્યા વાહનના ચાલકે રાહદારીને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદના પરેલ વિસ્તારમાં રહેતા 70 વર્ષિય વૃધ્ધનુ માર્ગ અકસ્માતમા મોત વાહનચાલક અકસ્માત કરી વાહન સાથે ફરાર થઈ ગયો
દાહોદના મુવાલીયા ગામે હાઈવે પર એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઈજાગ્રસ્ત રાહદારીનું ઘટનાસ્થળ પર જ કમાટી ભર્યું મોત નીપજયું હતું. આ મૃતક પરેલમા રહેતા 70 વર્ષિય વૃધ્ધ હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસે ગુનો નોંધી વાહન ચાલકની શોધ ખોળ શરૂ કરી છે.
દાહોદ શહેરમાં પરેલ વિસ્તારમાં ખંડા કોલોની વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વિકા મેળા આજરોજ દાહોદ તાલુકાના મોવિયા ગામેથી અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિકાભાઈ મેળાને અડફેટમાં લીધા હતા.
અકસ્માતને પગલે તેમના શરીરે તેમ જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પહોંચતાં ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. બીજી તરફ વાહન ચાલક નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સહિત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો લઇ નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed