અકસ્માત: ​​​​​​​ઝાલોદ તાલુકામાં થયેલ બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સેવનિયામાં જીપે દંપતીને ટક્કર મારતા પતિનું મોત થયુ કલજીની સરસવાણીમાં બે બાઇક અથડાતા યુવક મોતને ભેટ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના અકાળે મોત નીપજયા છે. તેના પગલે પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે એક મહિલાને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના સેવનીયા ગામે બનવા પામ્યો હતો. જેમાં સેવનિયા ગામે નિશાળ ફળિયામાં રહેતા બદિયા ગરાસીયા અને તેમની પત્નિ રામુડી એમ બન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ સેવનીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન એક ફોર વ્હીલરે બદિયાની મોટરસાઈકલને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતાં બદિયા અને તેમની પત્નિ રામુડી બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાયાં હતાં. જેને પગલે બદીયાને અને રામુડીને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા બન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

જેમાં સારવાર દરમિયાન બદીયાનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. જ્યારે રામુડી સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે સેવનીયા ગામે નીશાળ ફળિયામાં રહેતા સુરેશ ગરાસીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્મતાનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો. જેમાં વેલપુરા ગામે પટેલ ફળિયામાં રહેતાં અલ્કેશ વસૈયા (ઉ.વ.21) મોટરસાઈકલ લઈ કલજીની સરસવાણી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન એક મોટરસાઈકલના ચાલકે પુરઝડપે હંકારી અલ્કેશને અડફેટમાં લઈ ટક્કર મારતાં અલ્કેશ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાયાં હતો. જેમાં અલ્કેશને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે અલ્કેશના પિતા મનુ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: