અકસ્માત: ​​​​​​​ઝાલોદથી પુત્રને મળવા દાહોદ આવેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રેનની ફાટક ક્રોસ કરતાં માલગાડીની અડફેટે આવી જતા…

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Woman Who Came To Dahod To Meet Her Son From Zhalod Was Overwhelmed By Time, Coming Across The Freight Train Rather Than Crossing The Train Gate …

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ શહેરના પરેલ વિસ્તારની ઘટના રેલ કર્મીએ ટકોર કરી છતા મહિલા ફાટક ક્રોસ કરવા ગઇ

ઝાલોદની પુત્રને મળવા દાહોદ આવેલી મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. દાહોદ શહેરના પરેલમાં આવેલા ફાટક પાસે આજે સવારે ફાટક ક્રોસ કરતાં મહિલા માલગાડીની અડફેટે આવી જતા મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

પુત્રને મળવા મહિલા દાહોદ આવી

પ્રાથમિક માહિતી અનુસાર ઝાલોદની રહેવાસી અને આરપીએફ જવાનની પત્ની કાંતાબેન વસૈયા તેમના પુત્રને મળવા દાહોદના પરેલ વિસ્તામાં આવી હતી અને આજે વહેલી સવારે હોસ્પિટલના કામથી બહાર ગઇ હતી. ત્યારે સી.સાઇટ સ્થિત રેલવે ફાટક ક્રોસ કરતી વેળાએ ગુડ્સ ટ્રેન આવી જતા મહિલા ગુડ્સ ટ્રેનની અડફેડમાં આવતા મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

પરિવારમાં શોકનું મોજું

ઉપરોક્ત ઘટનાની જાણ રેલવે વિભાગ અને પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનું પંચનામું કરી મૃતદેહને દાહોદના સરકારી દવાખાનામાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે મૃતક મહિલાના પરિવારને ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ટ્રેન આવતી હોવા છતાં મહિલા ન રોકાઇ

આ બનાવ નજરે જોનારા રેલવે ફાટક પર ઉપસ્થિત રેલ કર્મીઓના જણાવ્યા અનુસાર, આ મહિલા રેલવે લાઇન ક્રોસ કરી રહી હતી. તે સમયે સામેથી ગુડ્ઝ ટ્રેન પૂરપાટ આવી રહી હતી. ત્યારે અમોએ આ મહિલાને ટ્રેન આવતી હોવાની ટકોર કરી હતી. પરંતુ તેમણે કશું સાંભળ્યા વગર રેલવે લાઇન ક્રોસ કરવા જતા સામેથી પુરપાટ આવતી ટ્રેનની અડફેટે આવી હતી. ત્યારે ખરેખર આ મહિલા અકસ્માતે ટ્રેનની અડફેટે આવી હતી કે તેણે કોઈ કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું? તે ખરેખર તપાસનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: