અકસ્માત: ચાલકની ગફલતને કારણે દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં ત્રણ જણાના સ્થળ પર જ મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
- બંને જગ્યાએ પોસીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજ્યમાં જેમ જેમ વાહન વધી રહ્યાં છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. વાહન ચાલકની ગફલતના કારણે દાહોદ જિલલામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
દાહોદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે એસ્સાર પેટ્રોલ પંપ પાસે ખાન નદીના પુલ પર ગતરાતના દશેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં કોઈ અજાણ્યો વાહન ચાલક તેના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી જાતલ ગામે આગળ જતી મોટર સાયકલને ટક્કર મારી પોતાનું વાહન લઈ નાસી જતા મોટર સાયકલ પર સવાર પુંસરી ગામે પટેલ ફળીયામાં રહેતા રામુભાઈ નારસીંગભાઈ સંગાડીયા તથા રામુભાઈ સંગાડીયાના ભત્રીજા વિજયભાઈ કસુભાઈ સંગાડીયાને શરીરે ગંભીર ઈજાઓ થતા બંનેનું સ્થળ પર જ અરેરાટીભર્યું મોત નિપજ્યું હતુ.
ઘટનાની જાણ થતા જ કતવારા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતકોની લાશને પી.એમ માટે દાહોદ જનરલ હોસ્પીટ ખાતે મોકલી આપી કતવારા પોલીસે પુંસરી ગામના કનુભાઈ નારસીંગભાઈ સંગાડીયાની ફરીયાદને આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
સુવિધા: દાહોદમાં કોરોનાનું સંક્રમણ વધતા નવા 8 સ્થળો પર 708 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
પોલીસની તવાઈ: ગરબાડાના પાટીયા ગામે મોટા અવાજે ડીજે વગાડનારા ઈસમ સામે કાર્યવાહી, પોલીસે ગુનો નોંધી ડીજે જપ્ત કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed