અકસ્માત: વાહનની રાહ જોતા વૃદ્ધ દંપતીને ટેમ્પોએ અડફેટે લેતાં ઇજા પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દંપતીનું મોપેડ ચાલુ નહીં થતાં વાહનની રાહ જોઇ ઊભા હતા

દાહોદના ગોદીરોડના ઉકારસિંહ રામસિંહ જાદવ તથા તેમના પત્ની લીલાબેન બન્ને જણા એવીએટર લઇને જાલત સંબંધીને મળવા માટે ગયા હતા અને સંબંધીને ત્યાં રોકાઇ ફરી ગમલા જવા માટે નિકળ્યા હતા. ત્યારે એવીએટર ચાલુ ન થતાં ગાડી ત્યાં મુકી જાલત હાઇવેની સાઇડમાં વાહનની રાહ જોઇ ઉભા હતા. તે દરમિયાન બપોરના બે વાગ્યાના અરસામાં દાહોદ તરફથી આવતા આઇસર ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપમાં હંકારી લાવી રોડની સાઇડમાં ઉભેલા ઉકારસિંહ જાદવ તથા તેમની પત્ની લીલાબેનને અડફેટે લેતાં બન્ને જણા ફેકાઇ ગયા હતા. અકસ્માત કરી આઇસરનો ચાલક વાહન લઇને ભાગી ગયો હતો.

જેમાં ઉકારસિંહભાઇને ડાબા પગે આગળીઓ ઉપર તથા નળા ઉપર તેમજ કપાળના ભાગે ઇજા થઇ હતી. તથા તેમની પત્નીને થાપાના ડાબી બાજુ ફ્રેક્ચર થયુ હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે કતવારા પોલીસ મથકે ટેમ્પો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: