અકસ્માત: લીમડી ગોધરા રોડ ઉપર ટ્રેક્ટરની અડફેટે 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાવ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી કચુંબર ગામના રમેશભાઇ રૂપલાભાઇ પરમાર તથા તેની પત્ની સવિતાબેન લીમડી બજારમાં ઘર વખરીનો સરસામાન લેવા માટે જીજે-20-એએમ-0084 નંબરની મોટર સાયકલ ઉપર ગયા હતા. તે દરમિયાન લીમડી ગોધરા રોડ મોઢીયાવાડ નજીક રોડ ઉપર જીજે-20-એન-2444 નંબરની ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી મોટર સાયકલને અડફેટે લેતાં ટ્રેક્ટરનું ટાયર રમેશભાઇ ઉપર ફરી વળતાં માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું.

અકસ્માત કરી ચાલક ટ્રેક્ટર ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ નાથુભાઇ રૂપલાભાઇ પરમારે ટ્રેક્ચર ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: