અકસ્માત: લીમડી ખાતેના સાંઇબાબા મંદિર પાસે પિકઅપની અડફેટે ઉભેલું દંપતી ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસ્વીર

  • સમાધાન થયા બાદ સારવારનો ખર્ચ નહી આપતાં અઢી મહિના બાદ ફરિયાદ

દાહોદ જિલ્લાના ઝાલોદ કોળીવાડા મસ્જીદ ફળિયામાં રહેતા અબ્દુલહક્ક જીવા તથા તેમના પત્ની શાયરાબાનુ પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તા.15 જાન્યુઆરીના રોજ દાહોદ ખરીદી કરવા ગયા હતા અને ખરીદી કરીને સાંજના સમયે દાહોદથી ખાનગી વાહનમાં બેસીને પોતાના ઘરે ઝાલોદ આવતા હતા.

ત્યારે ખાનગી વાહન ચાલક પાસે ઝાલોદ સુધીના બીજા પેસેન્જર ન હોઇ તેમને કરંબા રોડ પાસે સાંઇ બબાના મંદિરથી આગળ પીકઅપ સ્ટેન્ડ ખાતે ઉતારી દીધા હતા. જ્યાં વાહનની રાહ જોતા હતા ત્યારે દાહોદ તરફથી આવતી જીજે-20-એક્સ-1745 નંબરની પીકઅપ વાનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી અબ્દુલહક્ક જીવા તથા તેમના પત્ની શાયરાબાનુને જોશભેર ટક્કર મારી બન્નેને નીચે પાડી પીકઅપ લઇ ભાગી ગયો હતો.

અકસ્માતમાં અબ્દુલહક્ક જીવાને હાથે પગે ફ્રેક્ચર તથા શાયરાબાનુને પણ ડાબા પગે ફ્રેક્ચર તેમજ શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. અકસ્માત કરનાર ગાડીના ચાલક સમાજનો હોવાની જાણ થતાં સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરી સારવારનો ખર્ચ આપવાનું નક્કી કરતા જે તે વખતે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પીકઅપ વાનના ચાલક ઝાલોદના ઇમરાન મતદારે ખર્ચના રૂપિયા આપવાની ના પાડતાં આ સંદર્ભે ઇજાગ્રસ્તના ભત્રીજા શાકીર અબ્દુલગની જીવાએ અઢી મહિના બાદ લીમડી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: