અકસ્માત: મોતીપુરામાં કારની ટક્કરે બાઇક સવાર દંપતી ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી

બૈણા ગામના સરતનભાઇ પટેલ તથા તેમના પત્ની કમળાબેન બન્ને પતિ પત્ની દેવગઢ બારિયાથી ઘરસનો સરસામાન ખરી કરી મોટર સાયકલ ઉપર પરત ઘરે આવતા હતા. ત્યારે આશરે ચારેક વાગ્યાના અરસામાં મોતીપુરા ગામે કારના ડ્રાઇવરે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સરતનભાઇની મોટર સાયકલને અડફેટમાં લઇ અકસ્માત કરી કરતા નીચે પટકાયેલા સરતનભાઇને ખભાના ભાગે ફ્રેક્ચર તથા કપાળના ભાગે અને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી.

જ્યારે પાછળ બેઠેલા તેમના પત્ની કમળાબેનને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી ડ્રાઇવર કાર લઇને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત દંપત્તિને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે ઇજાગ્રસ્તના પુત્ર નંદનભાઇ સરતનભાઇ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે કાર ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: