અકસ્માત: મોટીખરજમાં બોલેરોની ટક્કરે બાઇક સવાર બે યુવકોને ઇજા, નીમના 3 યુવકો બાઇક ઉપર દાહોદ ખરીદી કરી પરત જતા હતા
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Two Youths Riding A Bike Were Injured In A Collision With A Bolero In Motikharj, 3 Youths From Neem Were Returning After Buying Dahod On A Bike
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- રોંગ સાઇડે હંકારી લાવી બોલેરો ચાલક ટક્કર મારી ફરાર
ગરબાડા તાલુકાના નીમચ ગામના વિક્રમભાઇ ફતેસિંહ આમલીયાર તથા તેના કાકાનો છોકરો અંકિત અને સંજય એમ ત્રણેય જણા તા.17મીના રોજ જીજે-20-એએ-9025 નંબરની મોટર સાયકલ લઇને દાહોદ બેન્કમાં પૈસા ઉપાડવા તથા ખરીદી કરવા માટે દાહોદ આવ્યા હતા. ત્યારે દાહોદમાં કામ પતાવી પરત ઘરે જતા હતા. ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં દાહોદ ગરબાડા રોડ ઉપર મોટી ખરજ ગામે સામેથી આવતી જીજે-05-એયુ-9998 નંબરની બોલેરોના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડે હંકારી લાવી અંકિતની બાઇકને ટક્કર મારી ત્રણેયને નીચે પાડી દીધા હતા.
જેમાં સંજયને પગે તથા શરીરે સામાન્ય ઇજાઓ તથા અંકીતને જમણા હાથે તથા ડાબા પગે ફેક્ચર તેમજ કપાળના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી બોલેરો ચાલક ગાડી લઇને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે વિક્રમ ફતેસિંહ આમલીયારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed