અકસ્માત બાદ આગ: ​​​​​​​રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી આવતી કાર ઝાલોદ બાયપાસ પર ઊભેલા પીકઅપ સાથે અથડાઈ, અકસ્માત બાદ આગ લાગતા બે ભડથું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Car Laden With Foreign Liquor From Rajasthan Collided With A Pickup Parked At Zhalod Bypass, Causing Two Fires After The Accident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

પીકઅપ સાથે કાર અથડાયા બાદ આગમાં ખાખ થઈ ગઈ

  • સુરત પાર્સિંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો પણ જોવા મળ્યો

ઝાલોદ બાયપાસ પર ઊભેલી પીકઅપ વાન સાથે વહેલી સવારે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને આવતી એક કાર ધડાકાભેર અથડાઇ હતી. ત્યારબાદ કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર બે વ્યકિતઓ આગ લાગતાં કારની બહાર નીકળી ન શકતાં બંન્ને કારમાં જ ભડથું થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઝાલોદ પાલિકાના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે પ્રાથમિક નોંધ કરી મૃતકોની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે.

બે રાજ્યોની સરહદ હોવાથી બુટલેગરો માટે દાહોદ જિલ્લો સ્વર્ગ સમાન
દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો હોવાથી ત્રણેય રાજ્યોના બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે. કારણ કે જિલ્લામાં સ્થાનિક કક્ષાએ તો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે. તેની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વિદેશી દારૂ અહીંથી જ લઇ જવાય છે. આ ગેરકાયદે વેપલાનો ફરી એક વાર તારીખ 17 ફેબ્રુઆરીના રોજ પર્દાફાશ થયો છે. જેમાં વહેલી સવારે રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂના ટેટ્રા પેક ભરીને જીજે 5-8238 નંબરની કારમાં બે વ્યકિતઓ ઝાલોદ બાયપાસથી પસાર થઇ રહ્યા હતા. કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાથી અને સવારે ટ્રાફિક ઓછો હોવાથી કાર પૂરઝડપે હતી. ત્યારે રસ્તાની બાજુએ પાર્ક કરેલી એક પીક અપ વાનની સાથે કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.ત્યાર બાદ એકાએક જ કારમાં આગ ફાટી નીકળી હતી.

કારમાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો

કારમાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો

બે લોકો કાર બહાર ન નીકળી શક્યા
કારમાં સવાર બે વ્યકિતઓએ કારમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કારની બહાર નીકળી શક્યા ન હતા. જેથી આગની જ્વાળાઓમાં બંન્ને કારમાં જ બેઠા બેઠા ભડથું થઇ ગયા હતા. સ્થાનિકોએ ઘટાનાની જાણ કરતા ઝાલોદ પોલીસ અને ઝાલોદ પાલિકાના ફાયર કર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કારમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના ટેટ્રા પેક મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ઘટના સંદર્ભે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદ બહાર ન નીકળી શકતા કારમાં સવાર બે લોકો ભડથું થઈ ગયા હતા

અકસ્માત બાદ બહાર ન નીકળી શકતા કારમાં સવાર બે લોકો ભડથું થઈ ગયા હતા

દરવાજા ખુલ્લાને ખાળે ડુચા જેવા ઘાટની સંભાનાવના
દાહોદ પોલીસ વિભાગ દ્રારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો અનુલક્ષીને સરહદો પર 24 કલાક માટે ચેકપોસ્ટ ઉભી કરી હોવાનું થોડા દિવસો પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું. આવી ચેકપોસ્ટ ચાલતી હોય તો વિદેશી દારૂ ભરેલી કાર જિલ્લામાં કેવી રીતે પ્રવેશી શકે તે પણ વિચાર માંગતી બાબત છે. જુની અને જાણીતી કહેવત પ્રમાણે દરવાજા ખુલા ને ખાળે ડુચા જેવો ઘાટ હોવાની પણ સંભાવના રહેલી છે. જેથી આવી ચેકપોસ્ટની કાર્યશીલતા અને તે સિવાયના અન્ય ચોર રસ્તાઓની શક્યતા પણ ચકાસવી એટલી જ જરૂરી છે.

કારનો માલિક કોણ છે?
કાર સુરત પાસિંગની હોવાથી સ્થાનિક કક્ષાએ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ કોઇ કડી બપોર સુધી મળી ન હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે કારના માલિકે અન્ય બ્રોકરને કાર આપી હચતી અને તેણે અન્ય વ્યક્તિને કાર સોંપી હોવાની માહિતી મલી છે.ત્યારે સઘન તપાસ બાદ જ સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાશે તેમ લાગી રહ્યુ છે.

અકસ્માત બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા

અકસ્માત બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા

તપાસ ચાલી રહી છે
ઝાલોદ ડીવાયએસપી એ.બી.જાદવે જણાવ્યું હતું કે, 17 તારીખે સવારે આ ઘટના બની છે.જેની તપાસ ચાલી રહી છે. સુરત પોલીસનો સંપર્ક કરી કાર માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે. બે વ્યકિતઓના મોત નીપજ્યા છે, તેમની ઓળખ કરવા પણ સંપર્કો કરવામાં આવ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: