અકસ્માત: નીમચ ઘાટી નજીક ટેમ્પોની ટક્કરે બાઇક સવાર મહિલા સહિત બે ઘાયલ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશથી મરણવિધિ પૂરી કરી પરત આવતા હતા
  • અકસ્માત કરી ચાલક ટેમ્પો લઇ ફરાર થવામાં સફળ રહ્યો

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુરના સુતીયાકાળુ ગામના અભલાભાઇ પશવાભાઇ પરમાર તથા નવલભાઇ જોરીયાભાઇ મંડોર અને તેમના જમાઇ ગુલબાર ગામના મીહીયાભાઇ કાળીયાભાઇ મંડોડ તથા અભલાભાઇની માતા સુમલીબેન ચારેય જણા મધ્યપ્રદેશના નાહરપુરા ગામે મરણવિધી પુરી કરી પરત પોતાના ગામે બે અલગ અલગ મોટર સાયકલ ઉપર આવતા હતા. તે દરમિયાન નીમચ ઘાટીના વળાંકમાં મીહિયાભાઇ જીજે-20-એજે-0029ની મોટર સાયકલ ઉપર સુમલીબેનને પાછળ બેસાડી જઇ રહ્યા હતા.

ત્યારે જીજે-20-ટી-3239 નંબરનો 407 ટેમ્પોનાના ચાલકે પોતાનું વાહન બેફીકરાઇપૂર્વક હંકારી લાવી મીહીયાભાઇની મોટર સાયકલને જોરદાર ટક્કર મારી રોડની બાજુમાં પાડી ટેમ્પો લઇ નાસી ગયો હતો. અકસ્માતમાં મીહીયાભાઇને માથામાં તથા જમણા પગે અને પગે ઇજા થઇ હતી. જ્યારે સુમલીબેનને માથામાં તેમજ શરીરે ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે અભલાભાઇ ફસવાભાઇ પરમારે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: