અકસ્માત: નાનસલાઇમાં કારની ટક્કરે રેકડો પલટી ખાતાં અંદર બેસેલ 1નું મોત
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- 4થી 5 લોકોને ઇજા : અજાણ્યા કાર ચાલક સામે ગુનો
નાનસલાઇ ગામે કારની ટક્કરે રેકડો પલટી ખાતા અંદર બેસેલા 50 વર્ષિય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને મોઢાના ભાગે તેમજ હાથે ઇજા તથા પાંસળીના ભાગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી.
સારમારીયા ગામના બાબુભાઇ મેડા, રાજુભાઇ મેડા, કડકીયાભાઇ કામોળ, હરસીંગભાઇ કામોળ, સામાભાઇ મુનીયા, પ્રદીપભાઇ મુનીયા શુક્રવારે સવારે રેકડામાં બેસી ઝાલોદ ખાતર લેવા ગયા હતા. બાદ બપોરે ખાતર લઇ રેકડો લઇ પરત આવતાં હતા. ત્યારે નાનસલાઇ ગામે કારના ચાલકે પૂરઝડપે હંકારી લાવી રેકડાને ઓવરટેક કરવા જતાં સામેથી વાહન આવતાં સાઇડ ન મળતાં રેકડાની પાછળ જોશભેર ટક્કર મારી અકસ્માત સર્જાતા રેંકડો રોડની સાઇડમાં પલટી ખાઇ ગયો હતો. અકસ્માત થતાં કાર ચાલક થોડે દારૂ, ગાડી મુકી ભાગી ગયો હતો.
જ્યારે છકડામાં બેસેલા 50 વર્ષિય બાબુભાઇ તેરસીંગભાઇ મેડાને માથાના ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે રાજુભાઇ તેરસીંગભાઇને મોઢાના તેમજ ડાબા હાથે ઇજા તેમજ જમણી બાજુ પાંસળીના ભાગે ફ્રેક્ચર થયું હતું. તથા અન્ય લોકોને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા લોકો ભેગા થઇ ગયા હતા.ઝાલોદ સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed