અકસ્માત: દાહોદ પાસે અમદાવાદ ઈન્દોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારનો કચ્ચરઘાણ વળી ગયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કાર ચાલકને ઈજા થતા દવાખાને ખસેડવામા આવ્યો

દાહોદ શહેરમાં આવેલા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર એક મારુતિ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

દાહોદ શહેર પાસેથી પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આજરોજ સવારના સમયે એક મારુતિ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ માર્ગ અકસ્માતમાં કારના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને આ ઘટનાની જાણ થતાં સ્ટાફ તાબડતોડ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત કારના ચાલકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ માર્ગ અકસ્માતને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: