અકસ્માત: દાહોદ જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનામાં પાંચને ઇજા પહોંચી

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ખરોદા રોડ, પ્રતાપપુરા, પાલ્લીમાં બાઇકો વચ્ચે અકસ્માત

દાહોદ તાલુકાના ખરોદા ગામના સરજનભાઇ ગજાભાઇ નીનામા તથા દિપસીંગભાઇ વજેસીંગભાઇ નીનામા બન્ને જણા જીજે-20-એએન-9038 નંબરની બાઇક ઉપર દુકાનેથી સામાન લઇ ઘરે આવતા હતા. ત્યારે દિપસીંગભાઇને શૌચક્રિયા માટે મોટર સાયકલ રસ્તામાં ઉભી રાખી હતી. તે દરમિયાન સામેથી આવતા જીજે-20-એએમ-5327 નંબરની બુલેટના ચાલકે ટક્કર મારતાં મોટર સાયકલ ઉપર બેઠેલા સરજનભાઇ નીચે પડી જતાં જમણા હાથે કાંડા અંગુઠા પાસે ફ્રેક્ચર થયું હતું.

આ સંદર્ભે સરજનભાઇ નીનામાએ અજાણ્યા બુલેટ ગાડીના ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી ઘટનામાં દાહોદ જીલ્લાના સંજેલીના અબ્દુલહક્ક સાઠીયા પોતાની જીજે-20-એજી-1899 નંબરની મોટર સાયકલ લઇને ગોધરા કામ અર્થે જવા માટે નિકળ્યા હતા. ત્યારે પ્રતાપપુરા રોડ ઉપર જીજે-17-બીએલ-6145 નંબરની મોટર સાયકલના ચાલકે અબ્દુલહક્કભાઇની મોટર સાયકલને ટક્કર મારી બાઇક મુકીને ભાગી ગયો હતો. જેમાં અબ્દુલહક્કભાઇને જમણા પગના પંજાના ભાગે તેમજ બન્ને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર તેમજ માથામાં અને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી.

આ સંદર્ભે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્રીજી ઘટનામાં દેવગઢ બારિયા તાલુકના વાડોદર ગામનો મહેન્દ્ર મનુભાઇ પટેલ અને અસાયડીનો વિજયભાઇ તથા સાલીયા ગામનો શૈલેષભાઇ એમ ત્રણેય ભાઇઓ શૈલેષના કાકાની જીજે-20-એમ-3960 નંબરની બાઇક લઇને દાહોદ સેન્ટીંગનું કામ કરી પરત ઘરે આવતા હતા. ત્યારે પાલ્લી ગામે સાંજના પીપલોદ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા જીજે-17-બીએફ-3257 નંબરની મોટર સાયકલના ચાલકે અડફેટે લેતાં બાઇક ઉપર સવાર ત્રણે જણા નીચે પાડી પોતાનું વાહન મુકી ભાગી ગયો હતો. જેમાં મહેન્દ્રને જમણા પગની સાથળમાં, ઘુટણમાં ફ્રેક્ચર તથા શૈલેષ પટેલને ડાબા પગના પંજામાં ફ્રેક્ચર તેમજ વિજય બારીયાને જણા પગની સાથળમા અને ઘુટણમાં ફ્રેક્ચર કરી તેમજ શરીરના ભાગે ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે મનુભાઇ નગાભાઇ પટેલે લીમખેડા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: