અકસ્માત: દાહોદ જિલ્લામાં 24 કલાકમાં બે અકસ્માતની ઘટના, એકમાં એકનું મોત અને બીજામાં મહિલા ઇજાગ્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

કાર રિવર્સમાં જતાં ફુગ્ગા વેચવા બેઠેલી મહિલા ઇજાગ્રસ્ત

  • દાહોદ પાસે રળિયાતીમા અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનુ મોત
  • દાહોદમાં આપો આપ રિવર્સમાં ચાલી પડેલી કારે ફુગ્ગા વેચવા બેઠેલી મહિલાને અડફેટે લીધી

દાહોદ જિલ્લામાં 24 કલાકમાં બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. એકમાં અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલને અડફેટે લેતાં ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજા અકસ્માતમાં બંધ કાર રિવર્સમાં જતાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી

દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે સુમલા ફળિયામાં રહેતા સરેશભાઇ મોટરસાઈકલ પર શર્માબેન અને કિરણબેનને બેસાડી ગત તા.26મી માર્ચના રોજ રળીયાતી ગામેથી દાહોદ-ઈન્દૌર અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સરેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર ત્રણેય જણા જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે સરેશભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા શર્માબેન અને કિરણબેનને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં જ્યારે પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. આ સંબંધે ઉચવાણી ગામે સુમલા ફળિયામાં રહેતા તેજીયાભાઈ મથુરભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાર રિવર્સમાં ગગડી જતાં એક મહિલા અડફેટે આવી
જ્યારે બીજો અકસ્માતમાં કાર રિવર્સમાં ગગડી જતાં એક મહિલા અડફેટે આવી જતાં આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આજે સવારના સમયે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે કાળકા મંદિર પાસે ગરબાડા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષનુ બોર્ડ લગાવેલી એક કાર ટેકરા પર પાર્ક કરી હતી. આ પાર્ક કરેલ ગાડીની પાછળ રસ્તાની કોરે કેટલાક ફુગ્ગાવાળા ફુગ્ગા વેચવા બેઠા હતાં. ત્યારે હેન્ડ બ્રેક મારી ન હોવાથી જોતજોતમાં આ કાર રિવર્સમાં જતાં ફુગ્ગા વેચવા બેઠેલી એક મહિલા આ ગાડીની અડફેટે આવી હતી. મહિલાને શરીરે ઈજાઓ થઈ હોવાનું પણ જાણવી મળી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મહિલાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી ત્યારે સ્થાનીકો દ્વારા આ મામલે પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ દોડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: