અકસ્માત: દાહોદ જિલ્લામાં 2 અકસ્માતમાં 5 વર્ષિય બાળક સહિત 2નાં મોત, પાલ્લીમાં હાઇવે ઉપર ફોર‌વ્હિલ વાહનની ટક્કરથી બાઈક સવારનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ, લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઝાબ ગામે ઉભેલા લોકોને મારુતિએ અડફેટે લેતાં બાળકનું મોત: 3 ઘાયલ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામના પર્વતભાઇ ભોલવાભાઇ બારીયા તથા તેમનો છોકરો કમલેશ અને ઇન્દ્રસિંહ તથા ગામનો એક વ્યક્તિ તેમના ઘર નજીક બનતા મકાને મજૂરી કામ અર્થે જવા નિકળ્યા ત્યારે પર્વતભાઇની છોકરીનો પાંચ વર્ષિય પુત્ર જૈમીન તેમની સાથે જવા જીદ કરતાં તેને પણ સાથે લઇ ચાલતા જતા ત્યારે ઝાબ રેઢાણા પ્રાથમિક શાળા પાસે તેમના છોકરાનો મિત્ર શૈલેષ ગુલાબભાઇ સુથાર રસ્તામાં મળતાં રોડની સાઇડમાં ઉભા રહી વાતો કરતી વેળા સીમળાધસી ગામ તરફથી મારૂતી ગાડીના ચાલકે પૂરઝડપે-ગફલતભરી રીતે હંકારી અડફેટેમાં લેતાં 5 વર્ષિય જૈમીનને માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે મજુર રાયસિંગભાઇ જેઠાભાઇ નાયકા, શૈલેષભાઇ ગુલાભાઇ સુથાર, ઇન્દ્રસિંહને પણ ઇજાઓ થઇ હતી. મારૂતી ચાલક અકસ્માત કરી બારીયા તરફ ફરાર થયો હતો. ઇજાગ્રસ્તોને 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. આ અંગે સાગટાળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પીપલોદના બાઇક શોરૂમના સાલીયા ગામના યુવાન કર્મચારી કરણભાઈ મહેશભાઈ સોલંકી દાહોદથી બાઈક ઉપર પીપલોદ જઈ રહ્યા હતા.તે દરમિયાન લીમખેડાના પાલ્લી ગામે હાઇવે ઉપર રસ્તાની વિરુદ્ધ દિશામાંથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતા ફોરવ્હીલ વાહનના ચાલકે કરણભાઈ સોલંકીની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા મહેશભાઇ સોલંકીએ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: