અકસ્માત: દાહોદમાં અકસ્માતની ત્રણ ઘટનામાં 2ના મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- જિલ્લામાં નવાગામ, મુવાલિયા, દાહોદ-ગરબાડા રોડ પરના બનાવો
દાહોદ તાલુકામાં અકસ્માતની ત્રણ ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માત સંદર્ભે સંબંધીત પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. દાહોદ ઇન્દૌર હાઇવે ઉપર મુવાલીયા ક્રોસીંગ પાસે જીજે-20-એએચ-6147 નંબરના ટ્રેક્ટરના અજાણ્યા ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જીજે-20-એકે-7247 નંબરની મોટર સાયકલને અડફેલેટે લેતાં નીચે પટકાયેલા મુકેશભાઇ સકરાભાઇ બામણીયાને મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં દાહોદ તાલુકાના નવાગામ ઢોલીયા ડુંગરી ફળીયામાં રહેતા રાજેશભાઇ પરથીભાઇ નલવાયા તા.30મીની સાંજે પોતાની જીજે-20-જે-9076 નંબરની બાઇક લઇને કોઇ કામ અર્થે ઘરેથી નિકળ્યો હતો.
તે દરમિયાન નવાગામ ચાર રસ્તાથી બોરડી સરકારી તરફ જતા રોડના વળાંકમાં પોતાની મો.સા. પુરઝડપે અને બેફકરાઇથી હંકારી જતી વેળા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં મો.સાયકલ રોડની સાઇડમાં ઉતરી જઇ બાવળના ઝાડ સાથે એક્સીડન્ટ થતાં મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા રાજેશભાઇ નલવાયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્રીજી ઘટનામાં દાહોદ ગરબાડા રોડ ઉપર જીજે-20-વી-6928 નંબરની પીકઅપ બોલેરોના અજાણ્યા ચાલકે રોંગ સાઇડે પુરઝડપે પોતાનું વાહન હંકારી લાવી જીજે-20-બી-5936 નંબરના ટ્રેક્ટરને આગળના ભાગે જોરથી ટક્કર મારી આગળના બન્ને વ્હીલ તોડી નાખી એન્જીન બેન્ડ કરી પાછળનું ટાયર ફાળી નાખી ભરતભાઇને ડાબા હાથે કાંડના ભાગે તથા જમણા પગે ફ્રેક્ચર કર્યુ હતું. અકસ્માત કરી બોલેરો ચાલક પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો. અકસ્માત સંદર્ભે સંબંધીત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed