અકસ્માત: દાહોદના લીમખેડામાં ભારે વરસાદના કારણે અડધી રાત્રે એસટી બસ ડિવાઇડર પર ચઢી જતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા ન થતા સૌએ હાશકારો અનુભવ્યો

દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થઈ રહી હતી. ભારે વરસાદના કારણે એસટી બસ રસ્તાની બાજુમાં આવેલ ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિ ન થતા ડ્રાઈવર, ક્લિનર સહિત મુસાફરોને હાશકારો અનુભવ્યો હતો.

ગઈકાલે બપોર બાદ દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા ત્યારે મળતી માહિતી પ્રમાણે ગતરોજ લગભગ રાત્રીના સાડા બાર વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગરથી દાહોદ આવતી એસટી બસ દાહોદ જિલ્લાના લીમખેડા સ્થિત હડફ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી. રાત્રિના 12 વાગ્યાના આસપાસ વરસાદ પણ પડતો હતો ત્યારે વરસાદના કારણે ડ્રાઈવરને સ્પષ્ટ ન જોવાતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રસ્તાની બાજુમાં આવેલ ડિવાઇડર પર એસટી બસ ચઢી ગઈ હતી.

એક ક્ષણે એસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ ડ્રાઇવરની સમજ, સૂચકતાના કારણે મોટો માર્ગ અકસ્માત સર્જાતો બચ્યો હતો. જોકે, સદનસીબે આ માર્ગ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: