અકસ્માત: ટાંડીમાં કારની ટક્કરે મોપેડ સવાર દંપતીને ઇજા પહોંચી, કાર ચાલકે પાછળથી ટક્કર મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

ઝાલોદ તાલુકાના વાવડી ફળીયામાં રહેતા પ્રાર્થકુમાર પાઠક તથા પત્ની શુભાંગીબેન સાથે દાહોદથી તેમની કામ પતાવી મોપેડ પર પરત ઘરે ઝાલોદ આવતા હતા. ત્યારે સાંજે સાડા ચારેક વાગે ટાંડી ગામે બાયપાસ રોડ ઉપર ફોર વ્હીલ ગાડીના ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી પ્રાર્થકુમારની ગાડીને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરતાં મોપેડ સવાર બન્ને પતિ-પત્ની નીચે પડતાં પાર્થકુમારને પગે તથા શરીરે ઇજાઓ થઇ હતી.

જ્યારે શુભાંગીબેનને ગળાના ભાગે ac ફ્રેક્ચર તથા શરીરે ઇજાઓ થઇ હતી. લોકો ભેગા થઇ ગયા હતા અને 108ને બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: