અકસ્માત: ઝાલોદ તાલુકાના રુખડી ગામે બાઇક અને ટેમ્પા વચ્ચે અકસ્માત થયો, બાઇક ચાલકનું ઘટના સ્થળ મોત જ્યારે પાછળ બેઠેલાને ગંભીર ઇજા થઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • An Accident Took Place Between A Bike And A Tampa In Rukhadi Village Of Zhalod Taluka. The Biker Died On The Spot While The Occupant Was Seriously Injured.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાઇક ચાલક પુરઝડપે ડી.જેના ટેમ્પા સાથે ભટકાયો હતો
  • બાઇકમાં પાછળ બેઠેલા યુવકને પગના ભાગે ફ્રેક્ચર થયું

ઝાલોદ તાલુકાના રૂખડી ગામે મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારતા આગળ જતાં ડી.જેના ટેમ્પા સાથે ભટકાતા અકસ્માત કર્યો હતો. જેમાં મોટરસાઈકલ ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યુ હતુ. જ્યારે પાછળ બેઠેલા એકને પગના ભાગે ઈજા થઈ છે.

લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સંજેલી તાલુકાના કરંબા ગામે છાયણ ફળિયામાં રહેતા અમિત ભગોરા (ઉ.વ.28) અને તેમની સાથે સંદિપ મોટરસાઈકલ લઈ રૂખડી ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે અમિતે મોટરસાઈકલ પુરઝડપે હંકારતા આગળ જતો એક ડી.જે.ભરેલ ટેમ્પાને પાછળથી મોટરસાઈકલ ધડાકાભેર ભટકાવતાં અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં અમિતને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સંદિપને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ સંબંધે કરંબા ગામે છાયણ ફળિયામાં રહેતા મનુભાઈ ભગોરાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: