અકસ્માત: જેકોટ છાયણઘાટીમાં ટ્રેક્ટર ટ્રોલી પાછળ વાન અથડાતાં ચાલકનું મોત
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- ક્રેઇનની મદદથી ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કઢાયો, સારવારમાં મોત
દાહોદ-ગોધરા હાઇવે ઉપર જેકોટ છાયણઘાટીમાં આગળ જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઇકો ગાડી જોશભેર અથડાતા ગંભીર રૂપે ઘાયલ થયેલા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજકોટ જીલ્લાના પડધરીના ધર્મેન્દ્રસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા તા.12ને શનિવારના રોજ સાંજના સમયે પોતાની ઇક્કો ગાડી લઇને દાહોદ-ગોધરા હાઇવે ઉપર જઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઇ જેકોટ છાયણઘાટીમાં આગળ જઇ રહેલા કપચી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પાછળથી જોશભેર અથડાતા ઇકો ગાડીના કચ્ચરઘાણ વડી જતા ચાલક ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમાં ફસાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા ભેગા થયેલા લોકોએ તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી.
ટ્રેક્ટરની ટ્રોલીમાં ફસાયેલી ગાડીને કાઢવા માટે ક્રેઇન પણ મંગાવી પડી હતી. ત્યાર બાદ તાત્કાલિક ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ જાડેજાને 108 દ્વારા દાહોદના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ તેમના પરિવારને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક રાજકોટથી દાહોદ દોડી આવ્યા હતા. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ મયપાલસિંહ જાડેજાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed