અકસ્માત: છકડા ચાલકે બાઇક સાથે ઉભેલા ભાઇઓને અડફેટે લેતાં 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ફોન આવતાં યુવકો બાઇક રોકી રોડની સાઇડમાં ઉભા હતા

મોતીપુરામાં લોખંડ ભરેલા છકડા ચાલકે રીવર્સમાં લેતા બાઇક લઇને સાઇડમાં ઉભેલા બે પિતરાઇ ભાઇઓને અડફેટે લેતાં ઘાયલ થયેલા એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બૈણાનો લક્ષ્મણભાઇ બોડાભાઇ રાઠવા તથા કાકાનો છોકરો જયંતિ અભેસીંગભાઇ રાઠવા તા.28મીના રોજ જીજે-20-એએમ-0356 નંબરની બાઇક લઇ દેવગઢ બારિયા બજારમાં ઘરનો સરસામાન લેવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન મોતીપુરા ગામે જયંતિના મોબાઇલ ઉપર ફોન આવતાં બાઇક સાઇડમાં ઉભી રાખી હતી.

તે દરમિયાન લોખંડની એંગલો ભરેલ જીજે-20-એએમ-0356 નંબરના છકડા ચાલકે છકડો પુરઝડપે રીવર્સમાં લાવી બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બન્ને પિતરાઇ ભાઇઓ બાઇક સાથે નીચે દબાઇ જતાં નજીકમાંથી લોકોએ આવી બન્નેને ઉભા કર્યા હતા. અકસ્માત કરી છકડા ચાલક વાહન લઇ ભાગી ગયો હતો. બન્નેને 108 દ્વારા દે.બારિયા સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં જયંતિભાઇ રાઠવાને છાતીના ભાગે તથા શરીરે ઇજાઓ તથા લક્ષ્મણભાઇને હાથે ફ્રેક્ચર થતાં બન્નેને ગોધરા સિવિલમાં રિફર કર્યા હતા. ત્યાંથી જયંતિભાઇને વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં રીફર કર્યા હતા. જ્યાં જયંતિભાઇનું તા.2જીના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે અજાણ્યા છકડા ચાલક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: