અકસ્માત: ચિત્રોડીયામાં રોડ પર પશુના લીધે બાઇક પરથી પટકાતાં એકને ઇજા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
- પુત્ર પિતાને નોકરી પર મુકવા જતાં અકસ્માત નડ્યો
- બ્રેક મારતાં બાઇક પરથી પટકાયેલા પિતાના હાથ પગ ભાંગ્યા
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અલીફનગર કસ્બા વિસ્તારમાં રહેતો સજ્જાદ સમીઉલ્લા શેખ ગત તા.29 ડિસેમ્બરના રોજ તેના મિત્રની જીજે-20-એએન-3814 નંબરની મોટર સાયકલ લઇને તેના પિતા સમીઉલ્લા શેખને કાંકણવાડી નોકરીના સ્થળે મુકવા જતો હતો. ત્યારે ચિત્રોડીયા હનુમાન મંદિરની ટેકરી નજીક અચાનક રોડની વચ્ચે ઢોર આવી જતા મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવી દેતાં અચાનક બ્રેક મારતા બન્ને પિતા પુત્ર મોટર સાયકલ સાથે પડી ગયા હતા.
જેમાં પાછળ બેઠેલા સમીઉલ્લા હબીબુલ્લા શેખ ફેંકાઇ રોડ ઉપર પડી જતાં ડાબો પગ અને જમણો હાથ ભાંગી ગયો હતો. આ દરમિયાન ભેગા થયેલા લોકોએ 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્તને ઝાલોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રિફર કરતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
દુષ્કર્મ: દાહોદના રેબારી ગામે 18 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
Gujarati News National Naradham Takes Advantage Of Loneliness Of 18 year old Daughter In RebariRead More
દાદાગીરી: દાહોદના હીરોલા ગામે ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર વ્યક્તિઓએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને મારમારી ખુલ્લી લૂંટ કરી
Gujarati News Local Gujarat Dahod In Dahod’s Hirola Village, Four BJP Men Openly Beat UpRead More
Comments are Closed