અકસ્માત: ગલાલીયાવાડમાં ટ્રકની ટક્કરે મહિલા સહિત બેને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ઉકરડી ગામનો કૈલાશભાઇ કાંતુભાઇ ભોહા તથા દિતુબેન મનસુખભાઇ બારીયા બન્ને જણા નંબર વગરની બાઇક લઇને દાહોદ જતા હતા. તે દરમિયાન ઝાલોદ દાહોદ રોડ ઉપર ગલાલીયાવાડ ગામે ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પૂરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી કૈલાશની બાઇકને પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા. જેમાં કૈલાશને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે દિતુબેનને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા દાહોદ ખસેડ્યા હતા. ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં દાહોદ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: